fbpx
ગુજરાત

પાટણમાં ચેક બાઉન્સ કેસમાં ૩ માસની કેદ ફટકારતી જ્યુડિશીયલ કોર્ટ

પાટણ શહેરના એક શખ્સે શહેરના હાર્ડવેર પ્લાયવુડના વેપારી પાસેથી ૨૦૧૮માં પ્લાયવુડનો માલ સામાન ખરીદીને રૂ. ૨૬ હજાર ૮૮૫ની લેણી રકમ પૈકી રૂ. ૨૧ હજારનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થવાના કેસમાં પાટણની જ્યુડિશીયલ કોર્ટના મેજિસ્ટ્રેટ યુ.એસ.પરમારે આરોપીને ત્રણ માસની સાદી કેદની સજા અને રૂ. ૧ હજારનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત રૂ. ૨૮ હજાર ૧૫૧નું વળતર ૬૦ દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો હતો.

પાટણના હાર્ડવેર પ્લાયવુડનાં વેપારી દશરથભાઇ પટેલ પાસેથી ૨૦૧૮માં સામાન ખરીદનારા મંગળભાઇએ રૂ. ૨૧ હજારનો આપેલો ચેક બાઉન્સ થયો હતો. જે અંગે ફરીયાદીએ તેમના એડવોકેટ કમલેશભાઇ પી. રાવલ મારફતે નોટીસ આપી હતી અને બાદમાં કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ મૂક્યો હતો. જે કેસ પાટણની જ્યુડિશીયલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ત્રણ માસની કેદ તથા રૂ. ૨૮ હજારનું વળતર આપવાની સજા ફટકારી હતી.

Follow Me:

Related Posts