ગુજરાત

પાટણમાં છકડાચાલકને રિક્ષાચાલકે લાકડી વડે માર માર્યો

સરસ્વતી તાલુકાનાં ઓઢવા ગામનાં રહિશ સુરેશભાઇ પરમાર તેમનાં લોડીંગ છકડામાં સિમેન્ટનાં પતરાં ભરીને ઘેર જવા માટે પાટણનાં જૂનાગંજમાંથી નિકળ્યા હતા ત્યારે તેમનાં ગામનાં એક વ્યક્તિએ હાથ લાંબો કરી છકડો ઉભો રખાવીને તેને તેમાં બેસાડ્યો હતો. તુ છકડો ઉભો રાખ્યા વગર જતો રહે જેથી બીજાનો વારો આવે. તેમ કહીને ગાળો બોલીને ઉશ્કેરાઇ જઇને કડાથી સુરેશભાઇને માર માર્યો હતો તથા રિક્ષા ચાલકનાં પુત્રએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટના બાદ લોકોએ તેમને છોડાવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.પાટણ શહેરનાં જૂનાગંજ બજારમાં સોમવારની સાંજે એક રિક્ષા ચાલકે એક છકડા ચાલકની પર હુમલો કરી તેને સ્ટીલ જેવા કડાથી માથામાં મારતાં તેને માથામાં, કાન પાછળ અને કપાળમાં ઈજા થઇ હતી. તેને સારવાર માટે પાટણની સિવિલમાં ખસેડાયો હતો.

Related Posts