ગુજરાત

પાટણમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે

પાટણ જિલ્લામાં પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસોની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણ શહેર સહિત તાલુકામાં ૧૦૯, સિદ્ધપુર શહેર અને તાલુકામાં ૧૪, હારીજમાં ૨૪, સરસ્વતી તાલુકામાં ૬, સાંતલપુર તાલુકામાં ૧૮, ચાણસ્મા શહેર અને તાલુકામાં ૪૬, શંખેશ્વરમાં ૪ અને સમીમાં ૯ કેસો મળી જિલ્લામાં કુલ ૨૩૦ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમાં તા. ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૨૩૦૨ પોઝિટિવ કેસો નોંધાયા છે.

જ્યારે ૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમા ૭૮૪ દદીઓ સાજા થયા છે. જ્યારે ૧૨૮૪ હોમ આઈસોલેશન છે. તો ૧૯૨૨ લોકોના કોરોનાનાં ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે ત્રીજી લહેરમા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના વધુ ૨૩૦ કેસ નોંધાયા હતા. જેને લઈ તંત્ર સહિત લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Related Posts