ગુજરાત

પાટણમાં પાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ બનાવવાની મંજૂરી મળી

પાટણ પાલિકાની સામાન્ય સભામાં મુકેશ પટેલે દરખાસ્ત રજૂ કરી હતી કે, પાટણ શહેરમાં રાજ્ય સરકારનાં રમત ગમત સંકુલ વિભાગ દ્વારા પાટણ શહેરનાં પશ્ચિમ વિભાગમાં ફક્ત એક જ સ્વિમીંગ પુલ આવેલો છે. પાટણ શહેરમાં જાહેર જનતા માટે એક જ સ્વિમીંગ પુલ હોવાથી પ્રજાજનોને સમયસર સુવિધાનો લાભ મળતો ન હોવાથી પાટણનાં શ્યામપ્રસાદ પાર્ટી પ્લોટ અથવા પૂર્વ વિસ્તારમાં અન્ય જગ્યાએ નગરપાલિકા સંચાલિત નવો સ્વિમીંગ પુલ બનાવવામાં આવે. આ દરખાસ્તને મંજૂર કરાઇ હતી.પાટણ શહેરમાં વધુ એક જાહેર સ્વિમીંગ પુલની જરૂરિયાત વર્તાઇ રહી છે એ માટેની દરખાસ્તને પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂરી અપાઇ હતી. જાેકે, આ દરખાસ્તને પાંખો ક્યારે આવે છે ને કેટલી ઝડપથી આ સ્વિમીંગ પુલ નગરપાલિકા કેવી રીતે બનાવશે તેની પર સૌની નજર છે.

Related Posts