fbpx
ગુજરાત

પાટણમાં પ્રિ-મોન્સૂનની કામગીરી શરુઃ સરસ્વતી ડેમના દરવાજા રિપેરિંગની કામગીરી હાથ ધરાઇ

પાટણમાં પ્રિ-મોન્સૂનની કામગીરી રૂપે સરસ્વતી ડેમના દરવાજા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ ૨૮ દરવાજાનું સમારકામ પૂર્ણતાના આરે આવ્યુ છે. એક દરવાજાનું વજન આશરે ૭૦૦ મણ એટલે કે ૧ હજાર ૪૦૦ કિલો છે.
પાટણમાંથી પસાર થતી સરસ્વતી નદી પર ૧૯૬૫ માં બ્રિજ બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ બ્રીજ ૧૯૭૨ માં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. આ જળાશયથી ૨૩ ગામોને સિંચાઈની સુવિધા મળે છે. ચોમાસામાં પાણીની આવક થતા ડેમમાંથી કેનાલ મારફતે ખાન સરોવર અને વસ્ત્રસર તળાવમાં પાણી છોડવામાં આવે છે.

પાટણના સરસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવતા ધારાસભ્ય કિરીટ પટેલે નવા નીરના વધામણા કર્યા હતા. રાજ્ય સરકારના આદેશ અનુસાર જળાશય ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે સવારે સરસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવ્યું હતુ. ધારાસભ્યએ કહ્યું હતુ કે જળાશયમાં પાણી છોડવામાં આવે તેવી સરકારમાં લેખિત રજૂઆત કરી હતી. જળાશયમાં પાણી છોડવાથી આજુબાજુના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. તેમજ પાણીના સ્તર ઊંચા આવશે.

Follow Me:

Related Posts