રાજ્યમાં નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાટણમાં પણ સામે આવી છે. જેમાં એક વિધર્મી યુવકે યુવતીને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જાે કે યુવતીને વિધર્મી યુવકની વાસ્તવિકતા ખબર પડતા તેણે યુવકને સંબંધ ન રાખવા કહ્યું. પરંતુ વિધર્મી યુવકે યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી. જાે કે યુવતીએ આ અંગે પરિવારજનોને જાણ કરતા છ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પાટણમાં પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યાયુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી

Recent Comments