fbpx
ગુજરાત

પાટણમાં ‘ફટાફટ’ ફટાકડાંના સ્ટોરનું જિલ્લા પોલીસ વડાએ કર્યું ઉદ્વાટન

પાટણમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જે ફટાફટ સ્ટોલનું મંગળવારના રોજ વિધીવત રીતે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા રીબીન કાપીને ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. કોરાનાના સમય પછી ચાલુ વર્ષે દિવાળીનું પર્વ લોકો ઉજવવાં જઇ રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સસ્તા અને સારી ક્વોલિટીના ફટાકડાનો સ્ટોર્સ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ત્યારે પાટણના નગરજનો પોલીસ વિભાગ દ્વારા કાર્યરત બનાવવામા આવેલા ફટાકડા સ્ટોરની અવશ્ય મુલાકાત લે અને પોતાના બાળકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખી દિવાળીના પર્વને ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવે તેવી અપીલ કરી હતી. પાટણ પોલીસ હેડ કવાર્ટર ખાતે ખુલ્લા મુકાયેલા ફટાકડાં સ્ટોરની પોલીસ પરિવાર સાથે પાટણની જનતાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts