ગુજરાત

પાટણમાં બસની ટક્કરે નિવૃત્ત પોલીસકર્મીનું મોત

પાટણ -ચાણસ્મા હાઇવે ઉપર આવેલ સંખારી ત્રણ રસ્તા પાસે બપોરના સમયે નિવૃત પોલીસ કર્મચારી ભાનુપ્રસાદ બ્રહ્મભટ્ટ તેમનું પ્લેઝર જી.જે.૨૪ પી ૮૫૪૦ લઈ ન પસાર થઈ રહ્યા હતા તે વખતે એક એસ ટી બસ નં . જી.જે. ૧૮ – ઝેડ-૧૭૫૯ ના ચાલકે ટક્કર મારતા પ્લેઝર ચાલક ભાનુભાઈ ને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા હાજર લોકોએ ૧૮૦ ને મદદ માટે જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ ના ઇ એમટી કોમલ રાવલ અને પાયલોટ જયસિંહ રાજપૂત ઘટના સ્થળે પહોંચી ગયા હત અને ઈજાગ્રસ્ત બનેલા બ્રહ્મભટ્ટ ભાનુપ્રસાદ નાનાલાલ ઉ વ. ૬૨ રહે , ૪૪ જયઅંબે રેસીડેન્સી , નવા સર્કિટ હાઉસ પાછળ વાળા ને તુરંત સારવાર મટે ધારપુર ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેઓનું મોત થયું હોવાનું ૧૦૮ના કર્મચારીઓએ જણાવ્યું હતું.મૃતક નિવૃત પોલીસ કર્મચારી હતા. પાટણ પોલીસ દ્વારા સિવિલમાં પી એમ કરાવી એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી .પાટણ શહેરના સંખારી ત્રણ રસ્તા પાસે ટુ વ્હીલર લઈને પસાર થઈ રહેલા નિવૃત્ત પોલીસ કર્મચારી ને એસ ટી બસ ના ચાલકે ટક્કર મારતા ગંભર ઈજાઓના કારણે ટુ વ્હીલર ચાલક નિવૃત પોલીસ કર્મચારી ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મેત થયું હતું.

Follow Me:

Related Posts