પાટણમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર મારી તેલના ડબ્બા વેચતાં ૩ વેપારીઓને ઝડપ્યા
પાટણ જુનાગંજમાં આવેલ દુકાનમાં ફોર્ચુન બ્રાન્ડનું ડુપ્લીકેટ સ્ટીકર મારી તેલના ડબ્બાનું વેચાણ થતું હોવાની કંપનીના કર્મચારીને માલુમ થતાં પોલીસની સાથે રાખી રેડ કરતાં તેલના ૫ ડબ્બા સહિતનો કુલ રૂ.૧૪,૧૫૦ મુદ્દામાલ જપ્ત કરી ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પાટણ ડિવિઝન પોલીસ મથકે ૪ શખ્સો સામે પ્રતિલિખિ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. પાટણ જુનાગંજમાં આવેલ વીર વિજય ટ્રેડીગ કંપની અને મહેશ ટ્રેડસ કરિયાણાના દુકાન માલિકોએ અદાણી વિલમર કંપનીના ફોર્ચ્યુન બ્રાંડ સન ફ્લાવર દ્વારા લાયસન્સ પરવાનાનો અધિકાર આપેલા ના હોવા છતાં અમારી કંપનીના ડુપ્લીકેટ બનાવટી સ્ટીકર લગાવી પોતાના આર્થિક ફાયદા સારૂ પરવાના વગર તેલના ડબ્બાનું વેચાણ કરી મળી આવેલ (૧) લલીતકુમા૨ અંબાલાલ મોદી રહે.પાટણ (૨) શની ઉર્ફે અંકીત લલીતકુમાર મોદી રહે.પાટણ (૩) મોદી કેતનકુમાર ભરતભાઇ રહે.પાટણ અને બહુચર તથા ભવાની ટ્રેડર્સ નામની તેલના ડબ્બાના હોલસેલ વેપારી મોદી કુણાલભાઇ સહિત ચારેય શખ્સ વિરુધ્ધ ધી કોપી રાઇટ એક્ટ મુજબ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીએસઆઇ ડી.વી.ખરાડીએ હાથ ધરી હતી.
Recent Comments