fbpx
ગુજરાત

પાટણમાં ભાઈઓ-બહેનોની આંતર કોલેજ સ્વિમીંગ સ્પર્ધા યોજાઈ

રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરીટી વિભાગ દ્વારા વૈશ્વિક કોરોના મહામારી બાદ વિવિધ યુનિવર્સિટીઓમાં રમતોની આંતર કોલેજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટીએસઆર કોમર્સ કોલેજના યજમાનપદે ભાઈઓ અને બહેનોઓની આંતર કોલેજ સ્વિમીંગ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલના સ્વિમીંગ પુલમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં યુનિવર્સિટી સાથે સંલગ્ન પાંચ જીલ્લાની કોલેજાેની ૯ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં મહેસાણા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ચેમ્પિયન બની હતી, જ્યારે બીજા નંબરે પી.જી.ભવન પાટણ અને ત્રીજા નંબરે ખેડબ્રહ્માની કોલેજ વિજેતા બની હતી. જ્યારે મહિલાઓમાં પી.જી.ભવન કોલેજ ચેમ્પિયન બની હતી આ સ્પર્ધામાં યુનિવર્સિટીના શારીરિક નિયામક ડો. ચીરાગ પટેલ, ટીએસઆર કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ વિરમ ગામી, સ્પર્ધા મંત્રી ગૌરાંગ રામી, ડો. દેવાંગ પટેલ સહિતના ખેલાડીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાપાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટીએસઆર કોમર્સ કોલેજના યજમાનપદે ભાઈઓ-બહેનોની આંતર કોલેજ સ્વિમીંગ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલના સ્વિમીંગ પુલમાં યોજાઈ હતી. જેમાં ઉત્તર ગુજરાતની ભાઈઓ-બહેનોની ૯ ટીમોએ ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts