પાટણમાં મ્યુકરમાઇકોસિસની દવા-ઈન્જેકશનના અભાવે દર્દીઓ અમદાવાદમાં રીફર
કોરોના મહામારી બાદ મ્યુકરમાઇકોસિસ નામનો રોગ ગુજરાતમાં વકર્યો છે. ગુજરાત સરકારે પણ મ્યુકરમાઇકોસિસ રોગને મહામારી જાહેર કરી છે ત્યારે હવે આ મહામારી પાટણમાં પણ માથુ ઉચક્યું છે. પાટણ જિલ્લામાં ૧૧ કેસ સામે આવ્યા છે. દવા અને ઇન્જેક્શનના અભાવ વચ્ચે દર્દીઓને અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારી અટકી નથી ત્યાં મ્યુકોરમાઇકોસિસનો રોગ માથું ઉચકી રહ્યો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ જેટલા કેસ ધારપુર હોસ્પિટલ ખાતે નોંધાવા છે પરંતુ મ્યુકરમાઇકોસિસ રોગ માટે જરૂરી દવા કે ઈન્જેકશનના અભાવના કારણે કેટલાક દર્દીઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. જેની સામે ડોક્ટરો પણ લાચાર બન્યા છે તો સાથે દર્દીઓના પરિવારજનોની હાલત પણ કફોડી બનવા પામી છે.
પાટણ જિલ્લામાં કોરોનાના કેસનો વ્યાપ ખુબજ તેજ ગતિએ વધી રહ્યો હતો, જેમાં સૌથી વધુ કેસ ગ્રામ્ય વિસ્તારમાં સામે આવી રહ્યા હતા, જેને લઇ તમામ જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, તેવામાં હવે મ્યુકોરમાઇકોસિસ નામની નવી મહામારી સામે આવતા લોકોમાં ભારે ભય ઉભો થવા પામ્યો છે અને આ રોગના જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ જેટલા દર્દીઓ સામે આવ્યા છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસનો તાત્કાલિક ૬ બેડ નો એક વોર્ડ ઉભો કરી દર્દીઓની સારવાર તો શરૂ કરી છે પરંતુ આ રોગમાં જરૂરી દવા અને ઈન્જેક્શન ન હોવાને લઇ હવે તબીબો પણ મુંજવણમાં મુકાઈ જવા પામ્યા છે અને ના છૂટકે દર્દીઓને અમદાવાદ રીફર કરવાની ફરજ પડી રહી છે અને જે દર્દી આગળ રીફર નથી થવા માંગતા તેઓને જરૂરી દવા અને ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. જેને લઇ હવે વોર્ડમાં માત્ર ૩ દર્દી જ સારવાર હેઠળ છે. બાકીના દર્દીઓ અન્ય સ્થળે રીફર થઈ ગયા છે. જાેકે જરૂરી દવા અને ઈન્જેકશન બે દિવસમાં હોસ્પિટલ ખાતે આવી જશે. તે પ્રકારની હૈયા ધારણા સરકાર દ્વારા આપવામાં આવી છે. તે પ્રકારનું નિવેદન ધારપુર હોસ્પિટલના ઇન્ચાર્જ દ્વારા આપવામાં આવ્યું છે. જાેકે હાલની સ્થિતિ મુજબ દર્દીઓના સગાને અન્ય રીફર થવાના મામલે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાથે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેવા દર્દીઓના પરિવારજનોનો મ્યુકરમાઇકોસિસની દવા જાતે મેળવવા માટે પણ રઝળપાટ કરવી પડી રહી છે.
પાટણ જિલ્લામાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા હતા અને દર્દીઓને ઓક્સિજન માટે રઝળપાટ કરવી પડી રહી હતી. હવે તે વચ્ચે મ્યુકરમાઇકોસિસનો રોગ સામે આવતા હવે તેની સારવાર તેમજ જરૂરી દવાઓ અને ઈન્જેકશનને લઇ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટણ ખાતે આવેલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે અલગથી ૬ બેડનો એક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને તબીબો દ્વારા સારવાર પણ કરવામાં આવી રહી છે પણ આ રોગમાં જરૂરી દવા અને ઈન્જેકશનના અભાવને લઇ દર્દીઓને અમદાવાદ રીફર થવાનો વારો આવ્યો છે જેને લઈ પરિવારોની હાલાકી વધી જવા પામી છે.
Recent Comments