પાટણ શહેરમાં સોમનાથ થી સુઇગામ જઈ રહેલી કોગ્રેસ ની યુવા પરિવર્તન યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યાર બાદ શહેર ના જુના સર્કિટ હાઉસ થી મશાલ રેલી નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં કોગ્રેસ ના કાર્યકરો જાેડ્યા હતા. બગવાડા ખાતે સંપન્ન બની હતી. સોમનાથથી સુઇગામ જઈ રહેલી કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા સાંજે પાટણ આવી પહોંચી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિત કોગ્રેસના આગેવાનો પાટણ આવી પહોંચતા સિદ્ધપુર ચાર રસ્તે ભવ્ય સ્વાગત કરાયું હતું.
ત્યાર બાદ ત્યાં થી જુના સર્કિટ હાઉસ પહોંચી હતી જ્યાં થી ડીજે ના સાથે મશાલ રેલી શહેરના જુના સર્કિટ હાઉસ નીકળી પાલિકા બજાર થઈ બગવડા સંપન્ન બની હતી આ યુવા પરિવર્તન યાત્રામાં મોટી સંખ્યામાં કોગ્રેસ ના કાર્યકરો જાેડાયા હતા. પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર ,શહેર પ્રમુખ ભરત ભાટિયા,અશ્વિનભાઈ પટેલ,દાદુજી ઠાકોર, જૈમીન પટેલ, સાહિત કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
Recent Comments