fbpx
ગુજરાત

પાટણમાં રુપાલાના વિરોધમાં ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને પોલીસ તંત્ર સતર્ક થયા

રાજપૂતોનો વિરોધ આટલા બધા દિવસથી ચાલી રહ્યો છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ વિરોધની જ્વાળા વધુ ફેલાય રહી છે. રાજ્યના ખૂણેખૂણે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાની વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.પાટણમાં આજે રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે. પાટણમાં આજે ક્ષત્રિય સંમેલનમાં ૫ હજાર ક્ષત્રિયો એકઠાં થશે. રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું આજે મહાસંમેલન યોજાવાનું છે. બપોરે ૪ કલાકે ક્ષત્રિય સમાજની મહાસભા યોજાશે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. મહાસંમેલનને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક છે. પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Follow Me:

Related Posts