છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે એટીએસની બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસે સાંતલપુર પોલીસને સાથે રાખી કારમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવી રહેલા બે ઇસમોને ૨૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા. પોલીસે ઈસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટીમાત્રામાં ડ્રગ્સ ઝડપાયાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર-વારાહી હાઈવે પરથી કાળા કલરની કાર નં. જીજે-૧૨-ડીએ-૬૬૬૨માં બે વ્યક્તિ રાજસ્થાન તરફથી સામખિયાળી તરફ ડ્રગ્સની ડિલીવરી કરવા જઈ રહ્યા હોવાની બાતમી એટીએસને મળી હતી. જેથી એટીએસ દ્વારા આ બાબતે પાટણ એસ.ઓ.જીને જાણ કરાતાં પાટણ એસ.ઓ.જી પોલીસની ટીમે સાંતલપુર પોલીસને સાથે રાખે સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી.
જેના પગલે ઉપરોક્ત નંબરની કાળા કલરની કાર નીકળતાં તેને ઉભી રખાવી તલાશી લેતાં તેમાંથી ૨૦૦ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે ગાડીમાં સવાર બે ઈસમો સાથે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ તેમને સાંતલપુર પોલીસ મથકે લઇ જઈ આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Recent Comments