પાટણ શહેરનાં તમામ વોટર વર્કસ ઉપર ટૂંકમાં ૫૭ જેટલા ઓટોમેટિક સ્ટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. ‘ફુલલી ડિઝીટલ ઓટોમેટિક વીથ ફુલ્લી મોટર પ્રોટેકશન ક્યુબિક પેનલ બોર્ડ’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ઇન્સ્ટોલ થતાં શહેરની નગરપાલિકા હસ્તકની ઓવરહેડ ટાંકીઓ અને સમ્પોમાંથી પાણી ઉભરાઇ જવાની ઘટનાઓ થંભી જશે અને પાણીનો બગાડ અટકશે. આ સિસ્ટમ વસાવવા માટે પાટણ નગરપાલિકાએ ૧૪મા નાણાં પંચની વર્ષ ૨૦૧૮-૧૯અને ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટમાંથી રૂ. ૧ કરોડ ૨૯ લાખ ૪૦ હજાર ૮૫૦નો ખર્ચ કરશે.
આ માટે પાટણ નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ કામગીરી અંતર્ગત આ સિસ્ટમ માટે સોફ્ટ સ્ટાર્ટર, પમ્પ પેનલ બોર્ડ, નવી સિસ્ટમનાં ઓટોમેટિક સમ્પ ભરાઇ જાય તો તેનાંથી પાણી પૂરવઠો સ્થગિત થઇ જાય તથા ઓવરહેડ ટાંકીઓ પણ ભરાતી અટકી જશે. પાટણ નગરપાલિકાએ વોટર વર્કસ શાખાનાં કુલ ત્રણ મુખ્ય કામો માટે રૂ. ૨ કરોડ ૩૧ લાખ ૦૨ હજાર ૫૪૩નાં કામોની ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. પાટણ શહેરનાં ૬ જેટલા વિસ્તારોમાં સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી પાણીની પાઇપ લાઇનો નાંખવા, માલ ખરીદવા માટે રૂ. ૮૧ લાખ ૫૬ હજાર ૧૦૮નું ટેન્ડર જારી કર્યું હતું, તથા પાટણની સરસ્વતિ નદીનાં કિનારે હાલમાં નિર્માણાધિન સહસ્ત્ર તરૂવનમાં પાણીની જરૂરિયાતને ધ્યાને લઇને અત્રે બોરવેલ તથા જરૂરી એસેસરીઝ, સોલાર પંપ, જરૂરીયાત મુજબ પાઇપ લાઇન, ટપક સિંચાઇ ઇરીગેશન પદ્ધતિ ત્રણ વર્ષની નિભાવણી માટે રૂ. ૨૦ લાખ ૦૫ હજાર ૫૮૫ ખર્ચે ઉભી કરવા માટે પણ ટેન્ડર જારી કરાયા હર્તા આ અંગેની ગ્રાન્ટ રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગષ્ટ ૨૦૨૧ની ઉજવણી નિમિત્તે મળેલી છે તેમાંથી ખર્ચ થશે. એમ પાટણ નગરપાલિકાનાં વોટર વર્કસ ચેરમેન દિક્ષિત પટેલ અને અધિકારી જે.વી. પટેલે જણાવ્યું હતું.
Recent Comments