ગુજરાત

પાટણ અને ચાણસ્મા નજીક એક વેપારીને છરી બતાવીને લૂંટી લેવાયો

પાટણમાં ચાણસ્મા નજીક મસાલાનો વેપાર કરતા વ્યક્તિ સાથે લૂંટ નો કિસ્સો બન્યો છે. ત્રણ અજાણ્યા ઇસમોએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. મસાલાનો વેપાર કરતા વ્યક્તિ પાસેથી ૨.૧૬ લાખ રૂપિયાથી પણ વધુ રકમની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પાટણમાં ચાણસ્મા નજીક મસાલાનો વેપારી લૂંટાયો છે. ત્રણ અજાણ્યા ઇસમોએ છરી બતાવી લૂંટ આદરી હતી.

વેપારી પાસેથી ૨.૧૬ લાખ રૂપિયાથી પણ વધુ રકમની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. લૂંટના બનાવોમાં વધારો થવાના પગલે પાટણ પોલીસે હવે ઓવરટાઇમ કરવો પડી રહ્યો છે. આના પગલે પોલીસે લૂંટના ગુનાઓને રોકવા માટે હાઇવે અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવું પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલાં ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં જ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલા થેલાની લૂંટ થઈ હતી. આ લૂંટ કરનારા લૂંટારૂઓને પાટણ એલ.સી.બી પોલીસે ઝડપ્યા હતા. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પી બસમાં બેઠો ત્યારે થેલો ઝૂંટવી લૂંટનાં ગુનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.

Related Posts