પાટણ કેનાલમાં ઝંપલાવનાર મહિલા અને બાળકીની લાશો મળી આવી

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારની બપોરના સુમારે ચાણસ્માના ભુલાપુરા વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીએ અગમ્ય કારણોસર પોતાની માતા અને પોતાની માસૂમ બાળકી સાથે મોતની છલાંગ લગાવતા પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી. જે ત્રણેયની લાશો આજે સવારે મળી આવી છે.
ગુરુવારના બપોરના સમયે યુવતીએ પોતાની માતા અને પોતાની માસૂમ બાળકી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા બાબતની જાણ સ્થાનિકો દ્વારા ચાણસ્મા પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી કેનાલમાં ઝંપલાવનાર ત્રણેની લાશની શોધખોળ તરવૈયાની મદદથી હાથ ધરી હતી.
ત્યારે ઉપરોક્ત ત્રણેય લાશો શુક્રવારના રોજ તરવૈયાઓ દ્વારા કેનાલની સાયફનમાં ફસાયેલી હાલતમાં શોધી કાઢતા પોલીસે ત્રણેય લાશોને બહાર કાઢી તેનું પંચનામું કરી ચાણસ્મા ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તો આ બાબતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ત્રણેની આત્મ હત્યાપાછળનું કારણ જાણવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.
Recent Comments