પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લ રવિ વાવેતર શરૂ થઈ ગયું છે. અત્યારે પ્રારંભમાં ચણા, રાઇ અને જીરાનું વાવેતર શરૂ થયું છે. થોડા દિવસો બાદ શિયાળું ઘઉંનું વાવેતર થશે. આ ઉપરાંત સવા, રજકો અને ગાજરનું વાવેતર પણ થશે હાલમાં જિલ્લામાં ૧૩ હજાર ૫૨૫ ઉપરાંત હેકટર વિસ્તારમાં રવિ વાવેતર શરૂ થયું છે. આ સિઝનમાં સવા, વરિયાળી, અજમો, રાઈ, ચણા અને ઘાસચારાનું વાવેતર થાય છે. પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ આધારિત પિયતના પાણીની સગવડ વધતાં આ વર્ષે દોઢ લાખ હેકટર વિસ્તારમાં રવિ વાવેતરનું અંદાજ છે. ગયા વર્ષે ભેજના કારણે ૪૦ હજાર હેકટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું હતું. જાેકે, આ વર્ષે વરસાદ પ્રમાણમાં ઓછો રહેતા બિન પિયત ચણાનું વાવેતર ઓછું થવાની શકયતા છેપાટણ જિલ્લામાં ખેડૂતો દ્વારા શિયાળું રવિ વાવેતરનો પ્રારંભ કરાયો છે. નવેમ્બરથી માર્ચ સુધીના સમયગાળામાં શિયાળું વાવેતર રવિ સિઝન ગણાય છે, જેમાં જિલ્લામાં હાલમાં ૧૩ હજાર ૫૨૫ હેક્ટર ઉપરાંત વિસ્તારમાં વાવેતર શરૂ થયું છે.
પાટણ જિલ્લામાં રવિ પાકનું વાવેતરનો પ્રારંભ કરાયો

Recent Comments