ગુજરાત

પાટણ જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સામાં વધારો થયો છે. આ દરમિયાન પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે ૧.૩૦ કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ૧૫થી વધુ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.
સુરતમાં પણ હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. વહેલી સવારે ૫૦ વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જાેઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે.

Related Posts