fbpx
ગુજરાત

પાટણ – ભીલડી વચ્ચે ૧૧૦ની સ્પીડે ટ્રેનનો ટ્રાયલ રન સફળ

પાટણથી ભીલડી સુધીનાં ૫૧ કિ.મી.ની બ્રોડગેજ રેલવે લાઇન ઉપર તાજેતરમાં પુરી થયેલી ઇલેક્ટ્રીફિકેશનની કામગીરીનું કમિશ્નર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)નાં અધિકારીઓ તથા ઇલેક્ટ્રીકની કામગીરી કરનારી કોન્ટ્રાકટર કંપની તથા વિશાળ મોટી સંખ્યામાં સ્ટાફે વીજલાઇનો, સહિત સમગ્ર રેલવે લાઇન ઉપરનાં નદી, નાળા, પુલ, બ્રીજ, સબસ્ટેશનો વિગેરેનું સઘન ઇન્સ્પેકશન અને ચેકીંગ કર્યું હતું. તથા સાથે સાથે આ ટ્રેન લાઇન ઉપર ઇલેક્ટ્રીક સંચાલિત ટ્રેનનો ‘ટ્રાયલ રન’ પણ લેવાયો હતો. જે અંતર્ગત પાટણ ભીલડી વચ્ચે પ્રતિકલાક ૧૧૦ કિ.મી.ની સ્પીડે ટ્રેન દોડાવવામાં આવી હતી. આ ટ્રેન ભીલડીથી સાંજે ૬ વાગે ઉપડીને ૬-૩૫ કલાકે એટલે કે, ૩૫ મિનીટમાં પાટણ ખાતે આવી પહોંચી હતી અને આ સમગ્ર ઓપરેશન અત્યંત સફળ રહ્યું હતું.

આ ‘રન ટેસ્ટ’ તથા ઇલેક્ટ્રીક લાઇનોનાં ટેસ્ટીંગ બાદ તેનો રિપોર્ટ સબમીટ થયા બાદ અમદાવાદથી છેક ભીલડી દોડતી તમામ ટ્રેનો અને માલગાડીઓ ઇલક્ટ્રીકથી સંચાલિત કરવામાં હવે વધુમાં વધુ ૧૫ દિવસનો સમય લાગશે એમ કોન્ટ્રાક્ટર કંપનીનાં અધિકારીઓએ જણાવ્યું હતું. અમદાવાદ રેલવે ડીવીઝનની રેલવે ઇલેક્ટ્રીફીકેશનની સીઆરએસ ઇન્સ્પેક્શન ઓફ ઇલેક્ટ્રીફીકેશન વર્ક ઓફ પાટણ ભીલડી વચ્ચેનાં ૪૭,૫૦ રનિંગ કિ.મી.નું વધુ એક ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. જેનાં ભાગરૂપે આજે સવારે ૯ વાગે કમિશ્નર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) અધિકારી આર.કે. શર્મા તેમની સાથે ૫૦ ઉપરાંત રેલવે કર્મચારીઓ તથા આ લાઇન પરની ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી કરનારી ‘કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લીમીટેડ કર્યુ’નાં અધિકારી ઇજનેરો મી. સાબિર શેખ, ઉદયન મલ તથા રણજીત ભગત વિગેરેની ટીમ સ્પેશ્યલ ટ્રેન સાથે ભીલડી સ્ટેશનો જવા નિકળ્યા હતા. આ અંગે માહિતી આપતાં કંપનીનાં અધિકારી રણજીત ભગત તથા સાબિર શેખે જણાવ્યું કે, પાટણ-ભીલડી રેલવે લાઇન ઉપર હાઇટેન્શન ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી પુરી થયા બાદ આજે સીઆરએસ ઇન્સ્પેક્શન દ્વારા લાઇન ચેકીંગ હાથ ધરાયું હતું.

આ ચેકીંગ કાર્યવાહી અંતર્ગત શિહોરી અને ભીલડી ખાતેનાં ૨ ઇલેક્ટ્રીક સબ સ્ટેશનોનાં પણ ચેકીંગ કરીને અત્રે તથા વીજ લાઇનોમાં સ્પાર્કિંગ તથા યોગ્ય રીતે કનેક્શનો, તેનાં ફિટીંગ થયા છે કે કેમ ? તે અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત રસ્તામાં આવતાં બ્રીજાેનું ચેકીંગ કરાયું હતું. તથા થાંભલા (માસ્ટ)નું ઇન્સ્પેક્શન કરાયું હતું. બ્રેકેટ ઇન્સ્ટોલ યોગ્ય રીતે થયું છે કે કેમ તેની તપાસ કરાઇ હતી. આ કામગીરી પુરી કરતાં કરતાં સાંજે પાંચ વાગે ભીલડી ખાતે પહોંચીને ત્યાંથી ૬વાગે નિકળી ૬.૩૫ કલાકે પાટણ ૧૧૦ પ્રતિ કિ.મી.ની ગતિએ ટ્રેનને સફળતા પૂર્વક દોડાવીને પાટણ આવ્યા હતા. અત્યાર સુધી આ ટ્રેનો તેની નિયત ગતિથી દોડતી હતી. અગાઉ બે માસ પૂર્વે ૨૦ મી તારીખે મહેસાણાથી પાટણ વચ્ચેનું ૫૦ કિ.મી.નું સી.આર.એસ. ચેકીંગ થયું હતું અને ફક્ત ટૂંક સમયમાં જ બીજુ સી.આર.એસ. કરાયું છે.

Follow Me:

Related Posts