fbpx
ગુજરાત

પાટણ માર્કેટયાર્ડ રાયડાની બોરીથી ઉભરાયું:ખેડુતોમાં ખુશાલી

પાટણ જિલ્લામાં આ વખતે ૩૮ હજાર ૮૯૪ હેક્ટરમાં રાયડાની ખેતી થઈ છે. રાયડાનું વાવેતર અને ઉત્પાદન વધારે હોવાથી આ વખતે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. ખેડૂતોના મતે ખેતરોમાં રાયડાની કાપણી અને ઉત્પાદન લેવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે. જેના કારણે છેલ્લા અઠવાડિયાથી પાટણ, હારીજ સહિતના માર્કેટયાર્ડમાં રાયડાની વિપુલ આવક શરૂ થઇ ગઇ છે. દર વર્ષે એક વીઘા જમીનમાં ૧૫થી ૨૫ મણ ઉત્પાદન થતું હતું, તેના બદલે આ વખતે ૨૦થી ૩૦ મણ ઉત્પાદન મળી રહ્યું છે એટલે કે ઉત્પાદનમાં ૫ મણનો વધારો થયો છે. ોષણક્ષમ મળી રહ્યા છે. જેથી ખેડૂતો ખૂબ જ ખુશ જાેવા મળી રહ્યા છે. હાલમાં પ્રતિ મણે રૂ. ૧૨૦૦ થી ૧૩૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે આ સમયગાળામાં રાયડાનો ભાવ રૂપિયા ૯૦૦થી ૧૦૦૦ જેટલો નોંધાયો હતો. પાટણ એપીએમસીમાં પાટણ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો તેમની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે આવતા હોઈ સમગ્ર માર્કેટયાર્ડ ધમધમતું જાેવા મળી રહ્યું છે. હાલમાં પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની વિપુલ આવક થવાના કારણે ઠેરઠેર રાયડાના ઢગલા જાેવા મળી રહ્યા છે. હાલમાં પાટણના નવા ગંજ બજારમાં રાયડો, એરંડા, જીરૂ તેમજ કપાસની વધારે આવક જાેવા મળી રહી છે અને ગત વર્ષની તુલનાએ ભાવ પણ ઊંચા મળી રહ્યા હોવાથી ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી છે.

જાે કે વેપારી વર્ગમાં જાેઈએ તેવી ખુશી જાેવા મળી રહી નથી. ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું છે. કુદરતની મહેરથી ખેડૂતોને સારું ઉત્પાદન અને સારા ભાવ મળી રહ્યા હોઈ ખેડૂતો રાજી થઈને માલ વેચવા આવી રહ્યા છે. પાટણ માર્કેટયાર્ડમાં અત્યારે રાયડાની રોજની ૨૦ હજાર બોરીની આવક છે. ભાવ પણ રૂ. ૧૩૦૦ જેટલા મળી રહ્યા છે. કપાસના મણે રૂ. ૨૦૦૦-૨૧૦૦, વરિયાળીના રૂ. ૨૫૦૦, એરંડાના રૂ. ૧૪૫૦ જેવા ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોની આવક ડબલ કરવાનું વડાપ્રધાનનું સ્વપન જાણે કુદરત પુરૂ કરી રહી હોય એમ તેમણે જણાવ્યું હતું.પાટણ ગંજ બજાર ખેતીના વિવિધ પાકોની આવક, માલની હરાજી અને ખરીદ વેચાણની પ્રવૃત્તિથી હર્યુંભર્યું બન્યું છે. કુદરતની મહેરબાનીથી ખેડૂતોને સારા ઉત્પાદન સાથે રાયડો, જીરૂ, એરંડા, વરિયાળી જેવા પાકોના ઊંચા ભાવ પણ મળી રહ્યા હોવાથી ખેડૂતો હરખભેર તેમનો માલ વેચવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની રોજની ૨૦ હજાર બોરીની આવક થઈ રહી છે, જેમાં પ્રતિ મણે રૂ. ૧૨૦૦થી ૧૩૦૦ સુધીના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

Follow Me:

Related Posts