પાટણ હેમ.ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા એડવાન્સ સાયન્સ લેકચર સિરીઝ દર વર્ષે યોજવા ર્નિણય

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સાયન્સ ક્ષેત્રે સંશોધનઓ અને વિદ્યાર્થીઓનું નોલેજ થી અને આ ક્ષેત્રમાં વધુને વધુ વિદ્યાર્થીઓ રસ પી લેતા થાય તે હેતુથી પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના નામ સાથે એડવાન્સ સાયન્સ લેક્ચર સીરીઝ નું દર વર્ષે આયોજન કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ૧૫ ઓક્ટોબરના કરવામાં આવ્યા છે પાટણ યુનિવર્સિટી ખાતે પ્રથમ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખ્યાતનામ વૈજ્ઞાનિકોને લેક્ચર આપવા આમંત્રિત કરાયા છે. યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં મોહનભાઈ પટેલ સાહિત્ય વ્યાખ્યાનમાળા અને ઉમાશંકર કરવામાં આવે છે તે રીતે હવે યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે નવી શરૂઆત કરીને સાયન્સની વ્યાખ્યાન માળા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની જન્મ જયંતી નિમિત્તે પાટણ યુનિવર્સિટી દ્વારા ડો. એપીજે અબ્દુલ કલામ એડવાન્સ સાયન્સ લેક્ચર સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ ૧૫-૧૦-૨૦૨૨ ને રોજ પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સવારે વ્યાખ્યાન આયોજિત કરાયું છે. આ એડવાન્સ સાયન્સ વ્યાખ્યાનમાળામાં વિદેશથી ઇજિપ્ત (જેીડ ષ્ઠટ્ઠહટ્ઠઙ્મ) યુનિવર્સિટીના જાણીતા વૈજ્ઞાનિક ડો. શ્યામ એનાય અને ડો. સમેહ મડેલ્ડીન તેમજ દિલ્હીના ડો. નકુલ પરાસર ઉપસ્થિત રહી એડવાન્સ સાયન્સ વિષય પર તેમના તજજ્ઞ વક્તવ્યનો લાભ આપશે. સાયન્સ ક્ષેત્રે સંશોધનમાં રસ ધરાવતા વ્યક્તિઓ તેમજ શાળા કક્ષાએ સંશોધનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના આ સાયન્સ વ્યાખ્યાનમાળામાં ભાગ લઈ શકશે. આ માટે રૂપિયા ૫૦ ની ટોકન રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ હોવાનું કુલપતિએ જણાવ્યું હતું.
Recent Comments