પાટિલનું મિશન 2022 : બક્ષીપંચ મોરચાએ બે હજાર ખાટલા બેઠક દ્વારા સવાથી દોઢ લાખ લોકોનો સંપર્ક કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા જ બક્ષીપંચ કે જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા બક્ષીપંચ ને પોતાના તરફ આકર્ષવા માટે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દોઢ લાખ લોકોને ખાટલા બેઠક ની અંદર જોડી તેમની સાથે વાર્તાલાપ બક્ષીપંચ મોરચા દ્વારા કરવામાં આવ્યો છે. આગામી સમયમાં એસ.સ.સી, એસ. ટી. પર પણ એટલું જ વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તેમની સાથે સંપર્ક કરવા માટે બીજેપીએ આયોજન કરી લીધું છે.
બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડએ સંબોધન કરતા જણાવ્યું કે, બક્ષીપંચ મોરચા દ્વારા આશરે એક મહિનાથી વધુ સમય થી ખાટલા બેઠક યોજવામાં આવી. જેમાં આશરે બે હજાર જેટલી ખાટલા બેઠક યોજવામાં આવી. ખાટલા બેઠક દ્વારા સવાથી દોઢ લાખ લોકોનો સંપર્ક કવામાં આવ્યો છે.
ગઈ કાલે કમલમ ખાતે કારોબારી બેઠકમાં સી.આર. પાટિલે પણ જણાવ્યું હતું કે, જે વિપક્ષ માં જોડાયેલા હતા તે સમાજના લોકો પણ ધીમે-ધીમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ખાસ કરીને એસ.સી. એસટી કેટેગરીનું નામ લીધા વિના સીઆર પાટીલે આ વાત કરી હતી. આગામી સમયમાં ઓ.બી.સી, એસ.સી, એસ.ટી.ના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.
Recent Comments