fbpx
ગુજરાત

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીકિરીટ પટેલ આત્મહત્યા મામલે પાસના આગેવાનોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અગ્રણી કિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે ઉત્તર ગુજરાત ઁછછજીના આગેવાનોએ આજે મુખ્યમંત્રીને મળ્યા હતા. લાંબા સમયગાળા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ કરી હતી. કિરીટ પટેલ આત્મહત્યા મામલે પાસના આગેવાનોએ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પાસ કન્વીનર મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કિરીટ પટેલ પાસેથી ૧.૫ કરોડ રોકડા અને અન્ય ૧ કરોડની ગિફ્ટ લેવાયેલી છે. તમામ પુરાવા મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાને આપ્યા છે. મરણ જનાર એલએલબી હતા અને ૧૮ પાનાની સ્યુસાઇડ નોટ લખેલી છે. ભાજપના નામે તોડ કરનારાઓને સજા કરોની રજૂઆત કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી ફરીયાદ દાખલ નહિ કરાય તો આગામી સમયમાં આંદોલન કરીશું.

ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં મહેસાણા ખાતે સંમેલન યોજવામાં આવશે. તો બીજી તરફ મનોજ પનારા હાર્દિક પટેલ અંગે નિવેદન આપતા કહ્યું કે, અમે હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા માગતા નથી. હાર્દિક પટેલ સંપૂર્ણપણે ભાજપના નેતા બની ગયા છે. પાટીદાર પરિવાર દુઃખમાં અને હાર્દિક પટેલ નેતાગીરીમાં વ્યસ્ત છે. નેતા બન્યા બાદ હાર્દિક પટેલના બદલાયેલા રંગથી ઁછછજી લાલઘૂમ. હાર્દિક પટેલ પરિવારને સાંત્વના આપવા નથી આવ્યો. ભાજપમાં ગયા બાદ હાર્દિકની બોલતી બંધ થઈ છે. કિરીટ પટેલ આત્મહત્યા કેસને લઈ પાસના ગંભીર આરોપો સામે આવ્યા છે. મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતાઓને રજૂઆત બાદ પનારાના હાર્દિક પર પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલ સંપૂર્ણપણે ભાજપના નેતા બની ગયા છે.

હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા માંગતા નથી. હાર્દિક પટેલ અમારી વાત સાંભળવા તૈયાર પણ નથી. ભાજપના નામે તોડ કરનારાઓને સજા કરવા રજૂઆત કરવામાં આવી. તપાસ કરી ફરિયાદ દાખલ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તમામ પુરાવા મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાને આપ્યા છે. ન્યાય નહીં મળે તો મહેસાણામાં આંદોલન કરીશું તેવી વાત પનારાએ કરી હતી. તો બીજી તરફ આ મામલે હાર્દિક પટેલે ટેલિફોનિક વાતચીતમાં પ્રતિક્રિયા આપવા ઈન્કાર કર્યો હતો. હવે સવાલ એ છે કે શું. હાર્દિકને હવે પટેલો લાગવા લાગ્યા પારકા. હાર્દિકનું રાજનીતિમાં સ્વાગત, પણ સવાલોમાં નહીં. જય સરદારનો નારો બોલતો હાર્દિક હવે પાટીદાર દીકરાના સવાલથી ભાગ્યો. મહેસાણાના પાટીદારોના ખભા પર બેસી નેતા બનનાર હાર્દિક નથી આપતો જવાબ. ભાજપમાં ધારાસભ્ય બન્યા એટલે હાર્દિકનો યુ-ટર્ન. સવાર સાંજ જય સરદારનો નારો લગાવનાર હાર્દિક ભૂલ્યો પોતાનો નારો. ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક હવે સમાજને ભૂલવા લાગ્યો. પાટીદારોના દમ પર રાજનીતિમાં આવનાર હાર્દિકનો બદલાયો રંગ.

Follow Me:

Related Posts