fbpx
ગુજરાત

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા જાેડાશે ભાજપમાં

પાટીદાર અનામત આંદોલન (પાસ) થી પ્રખ્યાત થયા બાદ નાટકીય ઢબે આમ આદમી પાર્ટીમાં જાેડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જાેડાશે. થોડા સમય પહેલા અલ્પેશ કથિરીયા તેમજ ધાર્મિક માલવિયા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપ્યું હતું. જે બાદ હવે તેઓ ભાજપમાં જાેડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.

આદ આદમી પાર્ટીનાં બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધાર્મિક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા ૧૮ એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.

સુરત આમ આદમી પાર્ટીનાં કદાવર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જાેડાયા બાદ બંને આપનાં બેનર પર વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંડલાવ્યું હતું. પરંતું ત્યારે બાદ એકાએક ૧૮ એપ્રિલ નાં રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વીતર્કો સર્જાયા હતા. ત્યારે આવતીકાલે ૨૦૦ જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જાેડાશે.

Follow Me:

Related Posts