શાપર મનસુખભાઇ સુવાગીયાએ તમામ જ્ઞાતિઓને સામાજીક ક્રાંતિનો નવો માર્ગ ચિંધ્ધો, તા.૧૩/૩/૨૦૨૨ના રોજ જળક્રાંતિ-ગોક્રાંતિ-ગાય આધરિત પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને ગોવેદ મહાગ્રંથના રચયિતા મનસુખભાઇ સુવાગીયાના યજમાન પદે લેઉવા-કડવા-આંજણા પાટીદારનો સમસ્ત પાટીદાર પ્રતિભા સંવર્ધન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ જેટલા પાટિદાર લેખક, કવિ, પત્રકાર, વક્તા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વિદ્વાન વક્તા. પ્રો.રવજીભાઇ રોકડ અને ગુજરાત સંસ્કૃત બોર્ડના સેક્રેટરી કનુભાઇ કરકરે વ્યક્તિ વિકાસ, સમાજ વિકાસ અને રાષ્ટ્ર વિકાસમાં સાહિત્ય, મહાપુરુષોનું જીવનયન અને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું. પાટીદાર પ્રતિભાઓ નરહરદાસ, પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલિકર, રઘુવીર ચૌધરીનું સહિત્ય પ્રદાન વર્ણવ્યું હતું.સમારંભના અધ્યક્ષ મનસુખભાઇ સુવાગીયાએ સમાજ ઉત્થાન ક્ષેત્રે નવો પ્રકારા પાડતા જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ એ અજ્ઞાન, અધર્મ અને અમાનવીય કૃત્ય છે. જ્ઞાતિવાદી-જાતિવાદી નેતૃત્વ તારણહાર નહીં પરંતુ પોતાની જ્ઞાતિ-જાતિ સાથે સત્ય-સંસ્કૃતિ અને રાષ્ટ્રને ડુબાડનાર રાષ્ટ્રવિરોધી અને પર્માત્મા વિરોધી તત્વ છે. માટે જ્ઞાતિના પ્રશ્નો ઉકેલીએ-વિકાસ કરીએ પરંતુ જ્ઞાતિવાદ– જાતિવાદ–ગુરુઓના નામે વ્યક્તિપુજા, સંપ્રદાયોની સંકુચિતતાનો ત્યાગ કરીને પ્રકૃતિધર્મ-સંસ્કૃતિધર્મ અને રાષ્ટ્રધર્મ અપનાવીએ. જે પોતાના સમાજને વૈશ્વિક જ્ઞાન-વિજ્ઞાન, વૈદ-આયુર્વેદ, સારા શાસ્ત્રો, વિદ્વાન માનવી અને સત્કાર્યો સાથે જોડે છે. એ નેતૃત્વ જ તારણહાર બની શકે છે.પાટીદાર સમાજના ઉમદાગુણો કઠોર પરિશ્રમ, સરળતા, જાત મહેનત કરીને આગળ વધવું, તમામ જ્ઞાતિ-જાતીને સહયોગ આપવાની ભાવના, દમુક્તિ, પારિવારિક સંપને પરંપરાગત જાળવી રાખીએ. ધર્મના નામે ઘન-સમય-બુદ્ધિનું ધાર્મિક શોષણથી સંપૂર્ણ મુક્ત થઇએ. નવી પેઢીને મોક્ષ, ઇશ્વરપ્રાપ્તિ કે શાંતિના નામે સાધુ-સાધ્વી બનાવવાના બદલે રાષ્ટ્રભક્ત કર્મયોગીઓ બનાવીએ. કેમકે સત્કર્મોથી જ દિવ્ય શાંતિ, આત્મસંતોષ, ઇશ્વરપ્રાપ્તિ થાય છે અને સ્વભાવદોષો અને મોહત્યાગ સાચો ‘મોક્ષ(મુક્તિ) છે.માનવને તેની જ્ઞાતિ-જાતિના આધારે માન-અપમાન-ઉપેક્ષાથી સંપૂર્ણ મુક્ત થઇને તેના જ્ઞાન-કર્મો અને ઉંમર મુજબ સંબોધન અને માન સન્માન આપીને વિવેકમાં સર્વોપરિ બનીએ. સર્વત્ર વધતા દારૂ-તમાકુ-ગુટખાના વ્યસનને સમાજ અને દેશમાંથી નિર્મૂળ કરીએ. લેખક-કવિ-વક્તા-આગેવાન-શિક્ષક-નેતા તરીકે સંપૂર્ણ વ્યસનમુક્ત બનીએ. એ નેતૃત્વની ફરજ છે. બહારવટિઓએ સમાજહીત-રાષ્ટ્રહિતના એકેય કામ કર્યા જ નથી. નિર્દોષ કિસાનો, ગ્રામજનો, ગાયોના હત્યારા અને લુંટારા સિવાય કાંઇ નહોતા. તેની ખૂશામત કરવી કે સાંભળવી એ અજ્ઞાન-રાષ્ટ્ર અપરાધ અને અત્યાચારને સમર્થન છે. ગામથી લઇને રાષ્ટ્રના પ્રશ્નો નિવારણ, જળરક્ષા-ગોરક્ષા-પ્રકૃતિરક્ષા, ભારતીય સંસ્કૃતિ નિર્માણમાં ધનદાન-સમયદાન-સેવા આપીએ. સાધુઓને અપીલ છે કે વ્યક્તિપુજા અને પરિણામ વગરની ધાર્મિકતા અને ધન વૈભવ સંગ્રહ ત્યાગીને લોકોને આવા સાચા ધર્મની પ્રેરણા આપે.તેમજ ધર્મસ્થાનમાં આવતું દાન આવા સત્કાર્યોમાં વાવેતર કરે. નવી પેઢીને કર્મયોગી, જ્ઞાનવાન, વિવેકી, શિસ્તબદ્ધ, નિડર, વીર રાષ્ટ્રભક્ત અને સાચા પરમાત્મભક્ત બનાવવા પરચા, પાખંડી-ભોગી ગુરુઓ, બની બેઠેલા ભગવાનોથી છોડાવીને આર.એસ.એસ. અને આર્ય સમાજ સાથે જોડીએ. સાધુઓ-કથાકારો-ગુરુ-આચાર્યોએ સ્ત્રીઓની સેવા તો દૂર સ્ત્રીને સ્પર્શવું કે એકાંતમાં કે નજીક ઉભીને વાત કરવી, કે કોઇને એ ખવડાવવું એ પણ બંને માટે વેદજ્ઞાન વિરોધી મહાપાપ છે. કોઇના પગમાં ન આળોટતા વેદઆજ્ઞા મુજબ હાથજોડીને પૂર્ણ વિવેકથી નમસ્તે, ૐ રામ-રામ જેવા વૈદિક અભિવાદનને અનુસરીએ. મનસુખભાઇ સુવાગીયાએ સૌને વ્યસનમુક્તિ, જ્ઞાતિવાદમુક્તિ અને ધાર્મિક શોષણમુક્તિનો અને પ્રકૃતિધર્મ સંસ્કૃતિધર્મનો સંકલ્પ લેવડાવ્યો હતો.મનસુખભાઇ સુવાગીયાએ માનનિય નરેન્દ્રભાઇ મોદી, પરસોતમભાઇ રૂપાલાનો વાંચનપ્રેમ, વિદ્વાનો સાથે સંવાદને યાદ કરીને સૌને વિજ્ઞાનને વાંચવા, જુદા જુદા વિષયોના વિદ્વાનો સાથે નિયમિત સંવાદ કરવા. ઘરમાં એક લાઇબ્રેરી અને યુવાપેઢીને વાંચન પ્રિય બનાવવા અપિલ કરી હતી.મુખ્ય મહેમાન અને સિદસર ઉમિયા સંસ્થાના પ્રમુખ શ્રી જેરામભાઇ વાંસજાળિયાએ આજના સેમિનારને સમાજના સર્વાંગી વિકાસની નવી પહેલ સમાન ગણાવ્યો હતો. દેશ અને વિશ્વને જળક્રાંતિ, ગોક્રાંતિ, ગાય આધરિત પ્રાકૃતિક કૃષિક્રાંતિ, દિવ્યગ્રામ યોજના આપનારા અને આ ક્ષેત્રોમાં ભારત સરકાર, રાજ્ય સરકારો, ધર્મક્ષેત્રો, ઉદ્યોગક્ષેત્ર અને શિક્ષિતોના રાહબરમનસુખભાઇ સુવાગીયા પાટીદાર સમાજમાં જન્મેલી વિશ્વ પ્રતિભા છે. તેની જ્ઞાનરાક્તિ અને કર્મશક્તિનો સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં સદઉપયોગ કરીએ. તેઓ સાચે જ ભારતરત્ન છે.આ પ્રસંગે પાટીદાર સમાજના પ્રથમ સાહિત્ય પ્રકાશક ગોપાલભાઇ માકડિયા-પ્રવીણ પ્રકારાન, રાજકોટ, ૨૭૦૦ કાવ્યોના રચયિતા વલ્લભદાસ ડોબરિયા, ધોરાજી અને ૧૦ વર્ષની ઉંમરથી સાથી તરીકે કાળીમજૂરી કરનારા, સ્કૂલે ગયા વગર જાતે ભણીને શિક્ષક-ત્રણ ભાષામાં સ્નાતક-અનુસ્નાતક, પી.એચ.ડી થઇને પ્રોઢશિક્ષણ નિયામક બનેલા બાબુભાઇ ઢોલરિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું. તમામ જ્ઞાતિ પ્રતિભાઓને ભગવદ ગીતા, ચાણક્યનીતિ, સત્યાર્થ પ્રકાશ અને દીનકર જોશી લિખિત મહામાનવ સરદાર પુસ્તકો જ્ઞાનજ્યોતિ રૂપે અપાયા હતા. કાન્તા સ્ત્રી વિકાસગૃહ રાજકોટના પ્રિન્સીપાલ જયશ્રીબેન વેકરીયાએ “મહામાનવ મનસુખભાઇ સુવાગીયા” કાવ્ય રચના મનસુખભાઇને અર્પણ કરી હતી. પ્રો. ભીમજીભાઇ ખાચરીયા એ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું
પાટીદાર પ્રતિભા સંવર્ધન સેમિનારમાં ૧૨૫ જેટલી પાટીદાર પ્રતિભા ઓની ઉપસ્થિતિ જ્ઞાતિવાદ મુક્ત રાષ્ટ્રભક્ત સમાજનો સંકલ્પ. “વ્યસન નહિ વાંચન કરો નો સદેશ”

Recent Comments