વિડિયો ગેલેરી

પાટીદાર સમાજની ત્રણ હજાર બહેનો ૨૮મીએ પાટણ ખાતે કરશે કુરિવાજાેનો બહિષ્કાર

અન્ય સમાજાેની સાથે સાથે હવે પાટીદાર સમાજે પણ કુરિવાજાે સામે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની બહેનો કુરિવાજાેનો બહિષ્કાર કરશે, આગામી ૨૮મીએ પાટણમાં આ પ્રથાઓને બંધ કરવાનો સંકલ્પ પણ લેશે. કુરિવાજાે બંધ કરવા મામલે આગામી ૨૮મી મેએ લેઉવા પાટીદાર સમાજની બહેનો આ તમામ પ્રથાઓનો બહિષ્કાર કરશે. જેમાં પ્રિવેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન. બેબી શૉવર. રિંગ સેરેમેની જેવા ખોટા ખર્ચા બંધ કરવામાં આવશે. શુભ-અશુભ પ્રસંગોમાં કવરની પ્રથા પણ બંધ કરાશે. ઉતર ગુજરાતની ત્રણ હજાર બહેનો ૨૮મીએ પાટણ ખાતે આ અંગે સંકલ્પ લેશે. ૧૯૫૮માં ઘડાયેલ બેતાલીસ લેઉવા પાટીદારના બંધારણ બાદ સૌ-પ્રથમવાર બહેનો આ બંધારણનો ત્યાર કરશે. પૂર્વજાેએ જે પરંપરાગત રિવાજાે શરૂ કર્યા છે તેમા કોઈ સુધારો નહીં કરાય, જાેકે, નવા કુરિવાજાે પ્રથા બંધ કરવામાં આવશે. ખોટા કુરિવાજાે બંધ કરવા લેઉવા પાટીદાર સમાજના ગામોમાં મહિલાઓ મિટિંગ બોલાવીને આ અંગે ર્નિણય લીધો હતો. આવનાર સમયમાં આ ખોટા કુરિવાજાે બંધ કરવા પાટીદાર સમાજની મહિલાઓ મક્કમ બની છે.

Related Posts