પાટીલના ગઢમાં કેજરીવાલનું શક્તિ પ્રદર્શનઃ રોડ શોમાં હજારોની માનવ મેદની કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને કહ્યું, કોઈ રજૂઆત કરવા આવે તો ચા પીવડાવજો
મોટા ભાજપના નેતાના કહ્યા પ્રમાણે સોનાની થાળીમાં ખીલી ઠોકી છેઃ કેજરીવાલ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨૭ સીટ પર ભવ્ય વિજય બાદ આપના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું છે. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પોતાના વિજય થયેલા કોર્પોરેટરો સાથે કેવું મળશે અને સાથે વર્ષ ૨૦૨૨માં કેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવામાં આવશે? તેની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવશે. કેજરીવાલે પોતાના મંતવ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મોટા ભાજપના નેતાના કહ્યા પ્રમાણે સોનાની થાળીમાં ખીલી ઠોકી છે. તમારે સમજવું પડશે કે એ લોકો તમારાથી નથી ડરતા, આમ આદમી પાર્ટીથી પણ નથી ડરતા. એ લોકો તેનાથી ભયભીત છે, જેમણે તેમને મત આપ્યા છે. અરવિંદ કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને સૂચના આપતા કહ્યું કે, પ્રજાલક્ષી કાર્ય કરજાે. કોઈ રજૂઆત કરવા આવે તો ચોક્કસથી તેમને એક કપ ચા પીવડાવજાે. કોઈ પણ ખોટું કામ ભાજપને કરવા દેશો નહિ.
કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે, હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું. મનપાના ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપીને મત આપી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે. કેજરીવાલ ૮ઃ૧૫ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ સર્કિટ હાઉસમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સંગઠન મંત્રીના ઘરે ભોજન કર્યું હતું. ત્યાર બાદ સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જાેડાયા છે. રોડ શોની શરૂઆત મીનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી કરી હતી.
ત્યારબાદ હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતિ અને જનસભા સંબોઘન કરશે. સાંજે ૭ઃ૦૦ વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે. પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં આપે ૨૭ જટેલી સીટ મેળવી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવી લીધું છે. ત્યારે આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર વ્યક્ત કરવા સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.
જેમાં ભાજપના નેતાઓને નાની યાદ અપાવી દેવાનું સૂચન કર્યું હતું. આ સાથે કેજરીવાલે કાઠિયાવાડી અને સુરતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.
Recent Comments