ગુજરાત

પાટીલ બોલ્યા, “મને ખબર જ નથી કે રાજકોટમાં દર્દીઓને બેડ ને સ્વજનોને બોડી ૩૦ કલાક સુધી મળતાં નથી!”

જસદણ-વીંછિયામાં આજે ૧૦૦ બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા છે. કાર્યક્રમ પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતા નથી અને પરિવારજનોને ૩૦ કલાક સુધી મૃતદેહો મળતા નથી ઓ સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલા લીધા છે ઓનાથી ઝડપથી નિરાકરણ આવી જશે.

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સરકારને મદદરૂપ બનવાના પ્રયત્નો કરી રહી છે, એટલે જ અલગ અલગ જગ્યાએ આઇસોલેશન, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઇ જગ્યાએ એનજીઓ અને ભાજપના આગેવાનો પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે. સુરતમાં પણ ૧૫૦૦થી વધારે બેડ આઇસોલેશન સેન્ટરમાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ કપરો સમય છે, થોડા દિવસો આપના સાથ અને સહકારથી બહાર આવવામાં આપણે ચોક્કસ સફળ થઈશું.

Follow Me:

Related Posts