fbpx
ભાવનગર

પાઠય પુસ્તકના લેખક, અનુવાદક, સમીક્ષક, તાલીમ તજજ્ઞ બહોળી પ્રતિભા ધરાવતા નવા ગુંદાળા કે.વ. શાળાના શિક્ષક શ્રી નિલેશકુમાર નાથાણી      

૦૦૦૦૦૦

 પાઠય પુસ્તકના લેખક, અનુવાદક, સમીક્ષક, તાલીમ તજજ્ઞ તથા બહોળી પ્રતિભા ધરાવતા શિહોર તાલુકાના નવા ગુંદાળા કે.વ. શાળાના શિક્ષકશ્રી નિલેશકુમાર નાથાણીને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સમ્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી નિલેશકુમાર નાથાણી એક શિક્ષક સી.આર.સી. કો. ઓર્ડીનેટર, બી.આર.સી. કો. ઓર્ડીનેટર, મુખ્ય શિક્ષક, ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે.         

શિહોર તાલુકાના નવા ગુંદાળા કે.વ. શાળાના શિક્ષકશ્રી નિલેશકુમાર ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક ધો. 5 થી 8 ગણિત પાઠયપુસ્તક લેખક, ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક એનસીઇઆરટી ગણિત ધો. 6 થી 8 પાઠયપુસ્તક અનુવાદક- સમીક્ષક, ધોરણ ૧ –૨ ગણિત (પ્રજ્ઞા) પાઠયપુસ્તક/શિક્ષક આવૃત્તિ, સ્વ અધ્યયન પોથી લેખક, ધોરણ ૩ થી ૮ ગણિત સ્વ અધ્યયનપોથી તથા શિક્ષક આવૃત્તિ લેખક, સ્ટેટ રિસોર્સ ગ્રુપ (SRG) મેમ્બર ગણિત, પ્રજ્ઞા સ્ટેટ કોર ટીમ સભ્ય, દૂરવર્તી શિક્ષણ અંતર્ગત બાયસેગ મારફત વિષય શિક્ષણ તથા શિક્ષક તાલીમ તજજ્ઞ, ઇનોવેશન ફેરમાં રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ, NUEPA અંતર્ગત National School Leadership Programme માં નવી દિલ્હી ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ, NMS/PSE/SSE પરીક્ષા ભાવનગર જિલ્લા સહાયક નોડલની ભૂમિકા, જિલ્લા/રાજ્ય કક્ષાએ વિવિધ તાલીમો માં KRP/RP/MT તરીકે, શાળાની ભૌતિક સુવિધાઓ અને બાળકોની અનેક પ્રવૃત્તિઓ તથા લોક સહકાર માટે સક્રિય ભાગીદારી, ICT in Education અંતર્ગત રાજ્ય કક્ષાની સક્રિય ભાગીદારીમાં કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

શિક્ષક દિન ની ઉજવણીના ભાગસ્વરૂપે શ્રી નિલેશકુમાર નાથાણી ને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક સાથે શાલ અને રૂપિયા ૧૫ હજાર ની રાશિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ રાશિ તેમણે શાળાને અર્પણ કરી હતી. 

૦૦૦૦૦૦

Follow Me:

Related Posts