પાઠ્યપુસ્તકનો જથ્થો પસ્તીની દુકાન પરથી મળવાનો મામલોઃ પ્રિન્સિપાલ સસ્પેન્ડ
ભાવનગર પાલીતાણા સર્વોદય સોસાયટી પાસે આવેલી ગુજરાતી શાળાના પાઠ્યપુસ્તકનો જથ્થો એક પસ્તીની દુકાન પરથી મળી આવ્યો હતો, ત્યારબાદ વિરોધ પક્ષ અને અપક્ષ દ્વારા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. જ્યારે કાર્યવાહી બાદ શાળાના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પુસ્તકનો જથ્થો ગઈકાલે જ પસ્તીવાળાને ત્યાંથી પરત લાવી સીલ મારવામાં આવ્યો હતો. સરકાર પાઠ્યપુસ્તક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તેમ છતાં એટલી મોટી સંખ્યામાં પુસ્તકો કેવી રીતે મળી આવ્યા છે તે આવનારા દિવસોમાં તપાસ બાદ જ ખુલવા પામશે. શાળામાં વિદ્યાર્થીઓની ગણતરી બાદ જ પાઠ્યપુસ્તકો મેળવવામાં આવે છે તો પછી આ પાઠ્યપુસ્તક હજી સુધી કેમ પડ્યાં રહ્યા છે? શું વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી વંચિત રાખવામાં આવ્યા હતા માટે આટલો મોટો જથ્થો પડ્યો રહ્યો હતો? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ અંગે ડી.પી.ઓ ડો.મૈયાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે જે પુસ્તકો વગર મંજુરીએ પસ્તીમાં આપવામાં આવ્યા હતા તેને લઈ અનેક રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈ પાલીતાણા પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Recent Comments