દામનગર ના પાડરશીંગા ખાતે અમરેલી જિલ્લા પંચાયત દ્વારા સરકાર શ્રી યોજના અંતર્ગત કેન્સર ગ્રસ્ત દર્દી ઓને આર્થિક સહાય નો ચેક અર્પણ કરાયો આજરોજ પાડરશીંગા ગામ ખાતે કેન્સર ના દર્દી ભરતભાઈ છગનભાઈ ડાભી ને જિલ્લા પંચાયત દ્વારા ૧૦.૦૦૦, રૂપિયાની સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે આંબરડી જીલ્લા પંચાયત સીટના સભ્ય જનકભાઈ તળાવીયા દ્રારા કેન્સર પીડત દર્દીની રૂબરૂ મુલાકાત કરીને ચેક આપવામાં આવેલ છે. આ તકે ઉપસ્થિત લાઠી તાલુકાના કારોબારી ચેરમેન નરેશભાઈ ડોંડા અને લાઠી તાલુકાના ભાજપ ના મહામંત્રી દિનેશભાઈ જમોડ તેમજ પાડરશીંગા ગામ ના માજી સરપંચ રવજીભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા દ્વારા દર્દી નારાયણ ને કેન્સર અંગે કેન્સર મટી શકે છે અને અટકી શકે છે તેવી સમજ સાથે અવગત કર્યા હતા
પાડરશીંગા ગામે અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા ના હસ્તે કેન્સર ગ્રસ્ત દર્દી ને સહાય ચેક અર્પણ કરાયા





















Recent Comments