ગુજરાત

પાડોસીએ રૂપિયાની લેતીદેતીમાં ૧૦ વર્ષના બાળકને ખોટા બહાને એકાંતમાં લઇ જઈ જ્વલનશીલ પ્રવાહી ફેકી

વાપીના છીરી રણછોડ નગરમાં એક ચાલીમાં રહેતા અને મુળ ઝારખંડના ખુશ્બુ ભીમ વિલાસ મંડલે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, પહેલા તેઓ પતિ ભીમ તથા ત્રણ બાળકો સાથે બીજાની ચાલીમાં રહેતી હતી. ચાર વર્ષ પહેલા તેઓ સહપરિવાર વતનમાં ગયેલા ત્યારે પતિ સાથે અણબનાવ બનતા પતિ તેને છોડીને જતો રહ્યો હતો. જેથી ત્રણેય બાળકો સાથે છીરી ખાતે મનિષભાઇની ચાલીમાં રહી જીઆઇડીસી સ્થિત માનવ ગારમેન્ટ કંપનીમાં નોકરી કરી તે ઘર ગુજરાન ચલાવે છે. વાપીના છીરીમાં રહેતી મહિલાને તેના પાડોશીએ એલઇડી ટીવી અને મિક્સર મશીન ખરીદવા રૂ.૫૦,૦૦૦ની મદદ કરી હતી. વિષ્ણુદેવ મહાદેવ તાતી મુળ બિહાર એ ફરિયાદીને એલઇડી ટીવી તથા મિક્સર મશીન વિગેરે લેવામાં રૂ.૫૦,૦૦૦ની મદદ કરી હતી. જે બાદ વિષ્ણુદેવ અવારનવાર પૈસાની માંગણી કરતા ટુકડે ટુકડે તેને રૂ.૧૨,૦૦૦ આપી બાકીના રૂ.૩૮,૦૦૦ આપી દઇશ તેમ કહેવા છતાં તેણે અદાવત રાખી હતી. જેથી અવરનવર પૈસાની માંગણી કરી તેની અદાવત રાખી તેણે મહિલાના ૧૦ વર્ષીય છોકરાને નાશ્તો કરાવવા લઇ જવાનું કહી સાયકલ ઉપર એકાંત જગ્યાએ લઇ જઇ છાતીમાં ઢીક્ક માર્યા બાદ રૂમાલમાં કોઇ જ્વલનશીલ પ્રવાહીથી આંખ અને ચહેરાના ભાગે દઝાડી ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં બાળક વલસાડ સિવિલ બાદ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો છે. ૧ ડિસેમ્બરે સાંજે નોકરીથી ઘરે આવતા સૌથી નાનો છોકરો ૧૦ વર્ષીય સાજન ઘરે ન દેખાતા તે રમવા માટે ગયા હોવાનું બંને બાળકોએ જણાવ્યું હતું. મોડે સુધી પરત ન ફરતા તેની શોધખોળમાં રાત્રે જાણવા મળ્યું હતું કે, કોચરવા ગામે પ્રકાશ ફળિયામાં કોઇએ તેને માર મારતા પ્રથમ ચલા હોસ્પિટલમાં દાખલ કરાવી વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં દાખલ કરાયો છે. તાત્કાલિક વલસાડ પહોંચી સર્જીકલ વોર્ડમાં ઇજાગ્રસ્ત બાળકને મળતા તેણે જણાવેલ કે, સાંજે રૂમની બહાર રમતો હતો ત્યારે અગાઉ ચાલીમાં રહેતો ઓળખીતો વિષ્ણુદેવ તેને નાસ્તો કરાવું તેમ કહી સાયકલ ઉપર બેસાડી કોચરવામાં એકાંત એરીયામાં લઇ જઇ ધમકાવી તેની છાતીમાં બે-ત્રણ ઢીક્ક મારી રૂમાલમાં કોઇ જ્વલનશીલ પ્રવાહી નાખી તે રૂમાલ ચહેરા ઉપર લગાડતા ચહેરો તથા બંને આંખો દાઝવાથી ગંભીર ઇજા થતા બુમાબુમ કરતા જાેઇ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જે જાેઇ રાહદારીઓ મદદ કરી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. રૂપિયાની લેતીદેતીમાં જ આરોપીએ આ કૃત્ય કર્યા હોવાનું માતા માને છે.

Follow Me:

Related Posts