fbpx
અમરેલી

પાણીના પ્રશ્નને  હલ કરાવતાં સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં સદસ્ય કેશવ બગડા

સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા વોર્ડ નં પાંચના  હાથસણી રોડ પર આવેલા વિરમેઘમાયાનગરમાં છેલ્લા છ માસથી પાણીની સમસ્યા હતી તે બાબતે નગરપાલિકાના પ્રમુખપતિ શ્રી રાજેશભાઈ દોશી અને પાણી ખાતાના સુપરવાઈઝરશ્રી અશ્વિનભાઈને તથા વાલમેન સંજયભાઈ વાઘ સાથે આ સમસ્યાના નિવારણ અંગે પરામર્શ કરી   સતત બે દિવસ જેસીબી મશીન અને કામદારો સાથે જરૂરી સમારકામ હાથ ધરી પાણી પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવામાં આવેલ.  તે  બદલ વિરમેઘમાયાનગર તથા ખોડીયાર નગર વિસ્તારનાં લોકો વતી નગરપાલિકા સદસ્ય કેશવ બગડાએ તંત્રનો હ્રદયપુર્વક આભાર પણ માન્યો હતો. આમ આ વિસ્તારના લોકો માટે પાણી જેવા પ્રાણપ્રશ્રનોનું નિરાકરણ થતાં લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઈ હતી.

Follow Me:

Related Posts