ગુજરાત

પાણીની પરિસ્થિતિને ખાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના સભ્યોને જવાબદારી સોંપી

સચિવાલયની મુલાકાતે આવતા પ્રજાના પ્રતિનિધિઓ પણ સરકાર પાસે સિંચાઇનું પાણી માગી રહ્યાં છે.સૌથી ખરાબ હાલત સૌરાષ્ર્ટ્ર, કચ્છ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના થઈ રહી છે. આ વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે.પાણીની પરિસ્થિતિને ખાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના સભ્યોને જવાબદારી સોંપી છે. રાજ્યના કચ્છમાં ૩૧.૭૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૧.૯૮ ટકા, મધ્ય ગુજરાતમાં ૩૭.૯૪ ટકા, સૌરાષ્ર્ટ્રમાં ૩૭.૧૦ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૧.૪૧ ટકા વરસાદ થયો છે. છેલ્લા ૧૫ વર્ષમાં આ ખરાબ ચોમાસુ રહ્યું છે. જાે કે સરકારને હજી આશા છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. જાે તેમ થાય તો પાણીનું સંકટ ઓછું થાય તેમ છે અન્યથા ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય રીતે પણ જાેખમ ઉભું છે. વરસાદ ખેંચાતા પહેલી સપ્ટેમ્બરથી રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે ર્નિણય લઈ શકાય છે. રાજ્યમાં વરસાદની ઘટને જાેતા રાજ્ય સરકારે જિલ્લા સ્તરે સર્વેની આપી સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ત્રણ મંત્રી આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કુંવરજી બાવળિયાને આ સ્થિતિનુ નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તો બીજી તરફ, રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જાે ગુજરાતમાં દુષ્કાળ જાહેર થાય તો અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે. હાલ નર્મદા ડેમમાં પણ ૪૫.૪૦ ટકા પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં ઓછું પાણી હોવાથી સિંચાઈના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે.

ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ નોંધાતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરી હતી. પરંતુ મેઘરાજા રિસાતા હાલ પાક નિષ્ફળ જવાના આરે છે. તો કેટલાક જિલ્લાઓમાં તો વાવણી પણ હજુ સુધી થઈ શકી નથી. ત્યારે ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. ત્યારે ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપે.આ ઉપરાંત વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. પાક સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોની હિંમત તૂટી રહી છે. ત્યારે પહેલી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર અનાવૃષ્ટિ અંગે ર્નિણય કરવા એક્શન મોડમાં આવી છે. વર્તમાન સ્થિતિને જાેતા સરકારે રાહત કાર્યોનો સર્વે કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. હાલ રાજ્યના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે રાજ્યના ૬૦ જેટલા ડેમમાં પીવાનુ પાણી આરક્ષિત રાખવામાં આવશે. તો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં મનરેગાનાં કામો હેઠળ રોજગારી આપવાનું આયોજન થઈ શકે છે.

ગુજરાતની રૂપાણી સરકારના માથે નવી મુસિબત આવી છે. કોરોના મહામારીની બીજી લહેરની ભૂલો બાદ ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે.તો બીજી બાજુ આ વર્ષે ચોમાસુ પણ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી નદી, તળાવો અને ડેમોમાં પાણી ખૂટી રહ્યા છે, જેના કારણે ખેતી માટેનું પાણી બંધ કરી માત્ર પીવાનું પાણી આપવા સરકારે ર્નિણય કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી પાણીના પોકાર ઉભા થયા છે. રાજ્યમાં ચોમાસાના વરસાદમાં ૪૫ ટકાની ઘટ હોવાથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જેના કારણે સચિવાલયમાં પણ ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારમાં પાણી આપો, પાણી આપોની રજૂઆતો કરવા દોડી રહ્યાં છે. આ વર્ષે હજુ સુધી રાજ્યમાં સરેરાશ ૫૫ ટકા વરસાદ થયો છે. પરિણામે ખેતી અને પીવાના પાણી માટે સચિવાલયમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો અને ભાજપના સંગઠનના પ્રતિનિધિઓ પાણી માગે છે. રાજ્યમાં કયાંક સિંચાઇના તો કયાંક પીવાના પાણીની અછત છે. વરસાદ ખેંચાઇ જતા ખેડૂતોના પાક સૂકાઇ રહ્યાં છે. રાજયના જળાશયોમાં પણ પાણીનો જથ્થો ખૂટી રહ્યો છે. સરકારનો દાવો છે કે ગુજરાતમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી છે પરંતુ સિંચાઇમાં પાણની ઘટ જાેતાં પીવા માટે પાણી અનામત કરી દેવું પડ્યું છે.

Related Posts