અમરેલી

પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવાની જાહેર જનતાને અપીલ  કરતાં સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી 

સાવરકુંડલા શહેરના સાવર સ્મશાન પાસેના પાણીના બોરીંગ દારમાં પાણીની મોટર, પંપસેટ અને ડબલ કેબલ સહીત  તૂટીને દારમાં પડી ગયેલ. આની જાણ વોટર વર્કસ વિભાગના અધીકારી અશ્વિનભાઈ સગરે નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, ઉપ પ્રમુખ જયસુખભાઈ નાકરાણીને જાણ કરતાં  આ કામ માટે ભલગામના માસ્ટર માઇન્ડને તાત્કાલિક બોલાવીને કોઈપણ પ્રકારની નુકશાની વગર મોટર પંપ અને ૧૭૦૦ ફુટ કેબલ વાયર  બહાર કાઢીને સાંજ સુધીમાં ફરી પાછો પાણીનો દાર શરૂ થઈ જશે તેવી હૈયાધારણા પણ આ વિસ્તારમાં રહેતાં લોકોને આપવામાં આવી હતી.

અને આમ પાણી જેવી મૂળભૂત અને આવશ્યક જરૂરિયાત માટે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ લોકોને પાણી પુરવઠો શરૂ કરાવવા યુધ્ધના ધોરણે કરેલ કામગીરી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.   આ વિસ્તારના તમામ લોકોએ નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તમામ સદસ્યોનો આટલી ઝડપથી કામગીરી કરતાં  આભાર પણ માન્યો હતો અને આવી જ રીતે  લાઈટ, પાણી, રોડ, સફાઈ વગેરે જેવા જાહેર સેવાના કાર્યો  થતાં રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ લોકોને પાણીનો કરકસરથી વિવેકપૂર્વક ઉપયોગ કરવાની જાહેર અપીલ પણ કરી હતી.

Related Posts