અમદાવાદ શહેરમાં બે વર્ષ પહેલા મ્યુનિ. દ્વારા તમામ પાણીપુરી ચાલકો સામે તવાઇ લાવવામાં આવી હતી, જાેકે તે બાદ સમગ્ર અભિયાન ફરીથી ઠંડુ પાડી દેવાયું હતું. જાેકે હજુ પણ શહેરમાં પાણીપુરીનું પાણી બિન આરોગ્યપ્રદ અને જાેખમી હોવાનું અવારનવાર તપાસમાં બહાર આવે છે. મ્યુનિ. દ્વારા ગયા મહિને લીધેલા અલગ અલગ સેમ્પલમાં પાણીપુરીના પાણીના ૩ નમૂના બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણીની બોટલના બે સેમ્પલ પણ બિનઆરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે.ગયા મહિને રાજ્યભરમાં પાણીપુરીની લારીઓ પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સરકારની આ કાર્યવાહી બાદ મ્યુનિ.એ પણ પાણીપુરીના સંચાલકો સામે તપાસ હાથ ધરી હતી. જેમા ૩૧ જુલાઇએ લીધેલા પાણીપુરીના પાણીના ૩ સેમ્પલ બિન આરોગ્યપ્રદ આવ્યા છે.
પાણીપુરીના મહિના પહેલા લીધેલા સેમ્પલમાંથી ૩ સેમ્પલ ખરાબ : તંત્ર દોડતુ થયું

Recent Comments