ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી તેજસ્વીની પ્રકાશ હાલમાં રિયાલીટી શો બિગ બોસ-૧૫માં ભાગ લઇ ચર્ચામાં છે. અગાઉ તે ખતરો કે ખિલાડી-૧૦માં સ્પર્ધક હતી. ત્યારે તેને આંખમાં થયેલી ઇજાને કારણે ખુબ ચર્ચામાં રહી હતી. તેજસ્વીનીએ કહ્યું હતું કે ખતરો કે ખિલાડીની સિઝન દસમી હું જીતવાની નજીક પહોંચી ગઇ હતી. પરંતુ આંખની ઇજાને કારણે મારે શો અધવચ્ચે છોડી દેવો પડ્યો હતો. ત્યારે હું ખુબ જ ડરી ગઇ હતી. કારણ કે એ એપિસોડ મારા માટે જીવ ગુમાવવા જેવો થઇ ગયો હતો. હું પાણીની અંદર સાવ અંધકાર જેવી હાલતમાં મુકાઇ ગઇ હતી. મને ડોકટર પાસે લઇ જવામાં આવી હતી ત્યારે આંખની ઇજાની ખબર પડી હતી. એ સમયે મારા મગજમાં કેટલા કેટલા ખરાબ વિચારો આવ્યા હતાં તે હું જણાવી શકું તેમ નથી. આંખની અંદરની નસો બળી ગઇ હતી. હું ભારત પણ આવી શકું તેમ નહોતી. કારણ કે ટ્રાવેલીંગ કરવાની ડોકટરે ના કહી દીધી હતી. એ શો ત્યારે કરિશ્મા તન્નાએ જીત્યો હતો.
પાણીમાં હું ખુબ ગભરાઇ ગઇ હતી :તેજસ્વીની પ્રકાશ

Recent Comments