પાણી એટલે જીવન.. જેમ જીવનની એક્સપાયર્ડ ડેટ હોય એમ પાણીની પણ હશે?
એક વખત એક શહેરની સુપ્રસિધ્ધ અંગ્રેજી માધ્યમની શાળામાં એક સેમિનાર અંગે જવાનું થયું વિદ્યાર્થીઓને મૂંઝવતાં સવાલોના જવાબ આપવા માટે થોડો સમય ફાળવવામાં આવ્યો. થોડા સંકોચ સાથે વિદ્યાર્થીઓએ પોતાની જ્ઞાનપિપાસા સંતોષવા માટે થોડા સવાલો કર્યા જેનાં મુક્તમને જવાબ પણ આપવામાં આવ્યાં.. એ પૈકીનો એક સવાલ મેન્યુફેક્ચર્ડ ડેઇટ અને એક્સપાયર્ડ ડેઈટ સંદર્ભે હતો. મીનરલ વોટર અંગે પૂછાયેલા આ સવાલને અહીં અધ્યાહાર રાખતાં.. પાણીની એક્સપાયર્ડ ડેઇટ હોય ખરી? એ સવાલનો થોડા હળવા વિનોદ સાથે પાણીદાર વાતો. લોકો મોટે ભાગે પાણીની ઉપલબ્ધતા અને તેના ઉપયોગ સંદર્ભે સોશ્યલ મિડિયામાં થોડી હળવી વાતો કરતાં હોય એ આપની સમક્ષ.. જો કે આજે પાણીની એક્સપાયરી ડેઈટ વિશેનો એક અલગ અંદાજમાં આ જવાબ અનુત્તર રાખી પાણીની EXPIRY DATE વિશે વાતો કરીએ. અરે, ભાઈ જળ છે તો જીવન છે.
જ્યાં રોજ નળથી પાણી આવે છે ત્યાં ગઈકાલનું પાણી વાસી થઈ જાય છે અને ઢોળી દેવાય છે. જ્યાં એકાંતરે પાણી આવે છે ત્યાં એકાંતરે પાણી વાસી થઈ જાય છે ને ઢોળી દેવાય છે. જ્યાં અઠવાડિયે પાણી આવે છે ત્યાં પાણી આંઠ દિવસે EXPIRE થાય છે. લગ્ન કે અન્ય સમારંભમાં નવુ ગ્લાસમાં કે નવી બોટલ આવે કે જુનું EXPIRE થઈ જાય છે. મુસાફરી , પ્રવાસમાં જ્યાં સુધી પાણી ના મળે ત્યાં સુધી પાણી ઘુંટડે ઘુંટડે પીવાય છે. બંધ કે ડેમમાં રહેલું પાણી આવતા ચોમાસા સુધી ચાલે પણ જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો બે ત્રણ વર્ષ સુધી ચાલે. જ્યાં પચાસ કે સો ફુટ નીચે બોરવેલમાંથી પાણી આવે છે એ સેંકડો વર્ષોથી ભૂમીમાં સચવાયેલું પાણી હોય છે. જ્યાં ચારસો પાંચસો ફુટ નીચે બોરવેલમાંથી પાણી મળે એ હજારો વર્ષોથી સચવાયેલું પાણી પણ પીવાય છે. આમ જોવા જઈએ તો પાણીની EXPIRY આપણી જરૂરિયાત અને બુધ્ધિમત્તા પર આધારીત હોય ખરી. એટલે જ પાણી સાચવીને વાપરો. નહીતર આપણે પોતે જ આપણા વિનાશને નોતરૂં આપશું. એટલે એક્સપાયરી ડેઈટનો સવાલનો જવાબ અહીં અનુત્તર રહે છે ટૂંકમાં જલ હૈ તો કલ હૈ. એટલે પાણીનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો.. નદી કિનારે એક વિરડો ગાળી તેમાંથી ખોબો ભરીને ક્ષુધાને સંતુષ્ટ કરી શકાય છે.. જો કે હવે આ ધરાતલ પર ખળખળ કરતી વહેતી નદીઓનુ પ્રમાણ પણ દિનપ્રતિદિન ઘટતું જાય છે એ વાત પણ નોંધનીય છે.
Recent Comments