પાણી ન મળતા અરવલ્લીના ઢુંઢા ગામે ખેડૂતોએ તળાવમાં બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો
ગુજરાતમાં જ નહીં પણ આખા વિશ્વમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જગતના તાતની હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં અરવલ્લીના ખેડૂતોએ વિરોધપ્રદર્શન કર્યુ હતુ.
અરવલ્લીના પટેલ ઢુંઢા ગામે ખેડૂતોએ તળાવમાં બેસીને રામધૂન બોલાવી ભારે વિરોધ કર્યો હતો. સિંચાઈ માટે તળાવોમાં પાણી નહીં નખાતા ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા તથા આગામી સમયમાં તળાવમાં પાણી નાંખવામાં નહીં આવે તો ખેડૂતોએ ભૂખ હડતાળની ચીમકી પણ આપી છે તથા આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ખેડૂતોએ આપી છે.
છેલ્લા ૧૫ વર્ષથી અમે પાણી માંગીએ છીએ સરકાર પાણી સિવાય રોડ રસ્તા માટે કરોડો ફાળવે છે ત્યારે અમારા ઢોર-ઢાંખર ભૂખે તરસે મરી રહ્યા છે એ તેમને કેમ નથી દેખાતુ? જાે સરકાર અમારૂ નહીં સાંભળે તો અમે પણ ચૂંટણીનો બહિષ્કાર કરીશુ અને આખુ ગામ ભૂખહડતાલ કરીશું.
Recent Comments