ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. વલ્લભીપુરમાં શિવાંજલી શોપિંગ કોમ્પલેક્ષમાં અખિલ ભારતીય કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના પ્રથમ તેમજ દ્વિતીય તૃતિય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્કુલબેગ, મોમેંટો, મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકાના કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતા
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય કોળી સમાજ કર્મચારી મંડળવલ્લભીપુર તાલુકાનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

Recent Comments