અભિનેત્રી આશી સિંહ ટીવી શો મીતમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ શોના તેના પાત્રને ચાહકોએ ખુબ પસંદ કર્યુ છે. પોતાના પાત્રને ન્યાય આપવા આશીએ કાર રિપેર કરવા માટેની પ્રાથમિક તાલિમ લીધી હતી. તેના પાત્ર માટે જે શીખવું પડે એ શીખી રહી છે. એક દૃશ્યમાં તેણે કારને રિપેર કરવાની હતી. આ માટે તેણે કારની કઇ વસ્તુને શું કહેવાય અને તેને રિપેર કરવા માટેનું પ્રાથમિક જ્ઞાન લીધું હતું. એન્જીન રિપેર કરતાં શીખતી વખતે દાઝી પણ હતી. આશી કહે છે આ શો માટે મેં જ્યારથી હા પાડી છે ત્યારથી મીત મને પડકાર આપતી રહી છે. છેલ્લા થોડા મહિનાથી આ પાત્ર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે. હું મીત જેટલી મજબૂત નથી, પરંતુ તેના પાત્રને ભજવવા માટે મારે પહેલાં મજબૂત બનવું પડે છે. મેં આ શો માટે ઘણી નવી-નવી બાબતો શીખી છે. આ શો દ્વારા મને એવી વસ્તુઓ શીખવા મળી છે જે મેં અસલી જિંદગીમાં ભાગ્યે જ શીખી હોત.
પાત્ર માટે જે પણ શીખવું પડે તે શીખી રહી છે : આશી સિંહ

Recent Comments