ગત ૨૧ નવેમ્બરે પાદરા પોલીસે રેલવે સ્ટેશન પાસે ખુલ્લા વડના ઝાડ નીચે આશિષ કાળીદાસ મકવાણા નામના શખ્સને દારૂની બોટલો સાથે ઉભેલો જાેયા બાદ દરોડો પાડતાં આશિષ મકવાણા ભાગી ગયો હતો પણ પોલીસે સ્થળ પરથી થેલામાંથી દારૂની ૭ બોટલો કબજે કરી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વહીવટદાર મુનાફે બૂટલેગરને ફોન કર્યો હતો અને હાજર થવાના નામે ૫૦ હજાર રૂપિયા માગ્યા હતા, જેની ઓડિયો ક્લિપ વાઇરલ થયો હતો. પાદરા પીઆઇ એસ.ડી.ધોબીનો આ બાબતે સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે, આવો કોઇ ઓડિયો જાહેર થયો છે કે કેમ તેની તેમને જાણ નથી. દરમિયાન પાદરા પોલીસ સ્ટેશનમાં વહીવટદાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુનાફ નામના કોન્સ્ટેબલ અને બૂટલેગર વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઓડિયો ક્લિપમાં મુનાફ બૂટલેગર પાસેથી સાહેબના નામે ૫૦ હજાર રૂપિયાની માગ કરતો સાંભળવા મળે છે તો સામે પક્ષે બૂટલેગર કંઇ ઓછું કરવાનું કહીને ૨૦ હજાર રૂપિયા આપશે તેમ કહે છે. જાેકે મુનાફ પોતાની વાત પર વળગી રહે છે અને તારે કરવું હોય તો કર તેમ સંભળાવી દેતાં બૂટલેગર ૩૦ હજાર પર આવીને અટકે છે છતાં મુનાફ તેની વાત સાંભળવા માગતો ન હોવાનું ઓડિયો ક્લિપ પરથી ફલીત થાય છે. ત્યારબાદ બૂટલેગર હું કંઇ સેટિંગ કરું છું તેમ કહે છે. વાતચીતની આ બે ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે તે જાેતાં જ પાદરા પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આ અંગે પીઆઇનો સંપર્ક કરાતાં તેમણે આ વાતથી તેઓ અજાણ હોવાનું કહી રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરશે તો ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છેજિલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા મુનાફ નામના કોન્સ્ટેબલ વહીવટદારે બૂટલેગર પાસે સાહેબના નામે ૫૦ હજાર રૂપિયા માગ્યા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. ઓડિયો ક્લિપમાં મુનાફ અને બૂટલેગર વચ્ચેની વાતચીત છે. જેમાં મુનાફ સ્પષ્ટપણે બૂટલેગર પાસે સાહેબે ૫૦ કીધા છે તેમ જણાવી વહીવટ કરતો સંભળાઇ રહ્યો છે.
પાદરમાં બુટલેગર પાસે ૫૦ હજાર માગતો પોલીસ વહીવટદાર મુનાફ

Recent Comments