fbpx
ગુજરાત

પાદરાની સહકર્મી પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની ધરપકડ, યુવતીને બ્લેડથી શરીર પર ર્જીંઇઇરૂ લખવા મજબૂર કરી હતી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પરિણીત વિધર્મી યુવાને પોતાની સાથે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી અલાઉદ્દીન ઇલિયાસ રાજની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવાનની દાનત પારખી ગયેલી યુવતીએ સંબંધો કાપી નાખતાં વિધર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ તો ઠીક વિધર્મી યુવાને યુવતીને બ્લેડથી શરીર પર ર્જીંઇઇરૂ લખવા માટે મજબૂર કરી હતી.

પીડિતાએ જણાવ્યું હતું કે, મારા પાડોશીએ મારાં માતા-પિતાને વાત કરી હતી. પિતાએ અલાઉદ્દીન સાથે વાત કરી હતી. પરંતુ, તેણે હેરાન કરાવનું ચાલુ રાખ્યું હતું. હું અને પરિવાર ગભરાઇ ગયાં હતાં. મારા ફોઇએ મને હિંમત આપતાં માતા-પિતા સાથે પાદરા પોલીસમાં જઇ અલાઉદ્દીન ઇલિયાસ રાજ સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે

Follow Me:

Related Posts