ગુજરાત

પાદરા માં નવનિર્મિત નકલંક મંદિર ખાતે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યકમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

પાદરા માં નવનિર્મિત નકલંક મંદિર ખાતે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યકમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પાદરા ખાતે આશરે ૮૦ વર્ષ આગાઉ સ્વ. પ.પૂ..કાકાસાહેબ કાનજીકાકા ના સાંનિધ્ય માં પાદરા ખાતે મંદિર બનાવવામાં આવ્યું હતું જે નકલંક મંદિર ને આજેં ફરી પાછા તેમના પૌત્ર અને હાલના ગાદીપતિ પરમ પૂજ્ય કાકા સાહેબ શ્રી ભાઈલાલભાઈ વશરામભાઈ ધાનાણી ના વરદ હસ્તે નવનિર્માણ કરવામાં આવ્યું છે.

નકલંક મંદિર નવનિર્મિત થતા વાસ્તુ પૂજન સહિત ના વિવિધ ધાર્મિક  કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં પાદરા ના પુરબાઈ ના પરું વિસ્તારમાં થી સામૈયું યોજાયું હતું.  આ પ્રસંગે ભગવાન નકલંક તેમજ ગુરુજી તેમજ ગુરુ માતા તથા મુખી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા નગર ના માર્ગો પર ફરી હતી જ્યાં અનેક સ્થળો એ શોભાયાત્રા અને નિષ્કલંકી ભગવાની મૂર્તિ તથા ગુરુજી તથાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યાં નકલંક મંદિર સ્થળે પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ગુરુ નુ પૂજન તથા કથા સહિત ના કાર્યકમો યોજાયા હતા. મંદિરમાં પ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણની મૂર્તિની સ્થાપ્ના કરવામાં આવી. પાદરા વિસ્તાર ના ભારતીય જનતા પાર્ટી ના લોક લાડીલા ધારા સભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલા પણ ખાસ શોભા યાત્રા માં જોડાઈ ને પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી ભાઈલાલ કાકા ના શુભ આશિષ લીધા હતા.

પાદરા નકલંક મંદિર ના વાસ્તુપૂજન ના કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડ થી ખાસ ઠાકોર કાકા તથા પ્રદીપભાઈ તેમજ અમેરિકાથી અશોકભાઈ ધડુક, રતિભાઈ તથા પરિવાર મલેશિયા થી ભાનુબેન તેમજ અમરેલી થી સંકેત ધાનાણી, ટ્રસ્ટી ગણ શ્રી એસ.કે પટેલ, શ્રી વશરામભાઈ, શ્રી ડેની ભાઈ, તેમજ સુરત થી અગ્રણી ઉધોગપતિ શ્રી ગિરધર ભાઈ, બકુલ ભાઈ તથા મિતેષ ભાઈ ગજેરા  તેમજ નાના મોટા દરેક ગામ માંથી મંદિર ના મુખી શ્રીઓ સહિત હજારો ની સંખ્યા માં ધર્મિઓની મેદની એકઠી થઈ હતી અને શિસ્ત બધ્ધ રીતે શાંતિ થી પરિપૂર્ણ થઈ હતી

સમગ્ર સ્ટેજ નું સંચાલન જાણીતા મોટીવેટર નિકુંજભાઈ ધાનાણી સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts