બોલિવૂડ

પાન મસાલાને પ્રમોટ કરવાનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યોપાન મસાલાની જાહેરાત શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને ભારે પડી

બોલિવૂડ એક્ટર્સ શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન દ્વારા પાન મસાલાને પ્રમોટ કરવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છે. હકીકતમાં કેન્દ્ર સરકારે હવે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચની અવમાનના અરજી પર પોતાનો જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચને માહિતી આપી છે કે પાન મસાલા એડના મામલામાં શાહરૂખ, અજય અને અક્ષય કુમારને નોટીસ આપવામાં આવી છે.

આ મામલામાં કેન્દ્ર સરકારના વકીલનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ પણ આ મામલાની સુનાવણી કરી રહી છે, તેથી આ અરજીને ફગાવી દેવી જાેઈએ. આ મામલે આગામી સુનાવણીની તારીખ ૯ મે ૨૦૨૪ નક્કી કરેલી છે. આ આદેશ જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે તિરસ્કારની અરજી પર આપ્યો હતો. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર ર્નિણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.. તમને જણાવી દઈએ કે, પાન મસાલાને પ્રમોટ કરનારા અભિનેતા શાહરૂખ, અક્ષય અને અદય દેવગન આ ત્રણેય એક્ટર એવા છે જેને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં અરજી દાખલ કરનારા એડવોકેટ મોતીલાલ યાદવનું માનવું છે કે, તેમનું પગલું યુવાનો માટે યોગ્ય નથી. મોતીલાલ યાદવ પણ કહે છે કે સ્ટાર્સ આવું કરે છે જેથી લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. ગયા ઓગસ્ટ ૨૦૨૩માં હાઈકોર્ટે અરજીનો જવાબ ન આપવા બદલ કેબિનેટ સચિવ, ચીફ કમિશનર અને કન્ઝ્‌યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તિરસ્કારની નોટિસ જાહેર કરી હતી. અરજદારે કહ્યું કે, ૨૨ ઓક્ટોબરે સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી.

શુક્રવારે યોજાયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ જણાવ્યું હતું કે, કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો કરીને નોટીસ જાહેર કરી હતી અને તેમનો જવાબ પણ માગવામાં આવ્યો હતો. સાથે જ કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા પછી પણ અભિનેતા અમિતાભ બચ્ચને ગુટખા કંપનીએ તેને જાહેરાતમાં બતાવવા બદલ કાનૂની નોટિસ મોકલી આપી છે.

Related Posts