બોલિવૂડ

પાયલ રોહતગીએ પોલીસ પર આક્ષેપો લગાવ્યા, કહ્યું- વ્યવહાર માટે શરમ અનુભવવી જાેઈએ

બોલીવુડ અભિનેત્રી પાયલ રોહતગી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પાયલની કેટલાક દિવસ પહેલા સોસાયટીના ચેરમેનને ધમકાવવા અને તમાશો કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. જાેકે બાદમાં તેને જમાનત મળી ગઈ. પરંતુ આ વચ્ચે તેણે ઇન્સ્ટામાં એક વિડીયો શેર કર્યો. જેમાં તેણે અમદાવાદની સેટેલાઈટ પોલીસ પર આક્ષેપો લગાવ્યા હતા. બાદમાં પાયલે આ વિડીયો ડીલીટ કરી દીધો હતો. અહેવાલો અનુસાર વિડીયો ડીલીટ કરવાની સલાહ તેના વકીલે આપી હતી.

આ વિડીયોમાં પાયલે ધરપકડ વિશે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું, પોલીસે તેમના વ્યવહાર માટે શરમ અનુભવવી જાેઈએ. સાથે જ પાયલે પોલીસને ‘બિન-વ્યવસાયિક રીતે’ વર્તવા માટે માફી માંગવાનું પણ વિડીયોમાં કહ્યું હતું પાયલનો દાવો છે કે સીસીટીવી ફૂટેજ સત્ય સાબિત કરી દેશે. એના માટે અન્ય કોઈ સાક્ષીની જરૂર નથી.

વિડીયોમાં પાયેલે કહ્યું, ‘હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, અમદાવાદ પોલીસ, ૨૫ મી જૂને સવારે મારા નિવાસસ્થાનથી મને ઉપાડવાનું તમારું વર્તન અસ્વીકાર્ય છે. તમે મને અપમાનિત કરવા માંગતા હતા, પરંતુ આમ ગેર-વ્યવસાયિક વર્તન માટે તમારે સંપૂર્ણ પોલીસ દળ તરીકે શરમ અનુભવવી જાેઈએ. મારા નિવેદનોને સાબિત કરવા માટે મને કોઈ સાક્ષીની જરૂર નથી, કેમ કે મારી સોસાયટીમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે- સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનની બહારના રસ્તા પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમે રાહ જુઓ કે સીસીટીવી ફૂટેજ ક્યારેય બહાર આવે છે કે નહીં. ત્યાં સુધી હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે શું કર્યું અને કોના દબાણમાં કર્યું, તે ફક્ત ભગવાન જ જાણે છે. પરંતુ તમે જે રીતે મને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે, મને લાગે છે કે સમગ્ર પોલીસ દળ તરીકે તમને શરમ આવવી જાેઈએ અને તમારે માફી માંગવી જાેઈએ.

Related Posts