ગુજરાત

પારડીના પલસાણા ખાતે રામેશ્વર મંડુરે ભરાતાં શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ભરાતો વલસાડ જિલ્લાનો પ્રખ્યાત અને પ્રાચીન ત્રિદિવસીય ગંગાજી મેળોમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો રામેશ્વર મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા ઉમટી પડે છે. ગંગાજી યાત્રા તરીકે જાણીતા રામેશ્વર મહાદેવ મંદિર પરિસર જે વિશાળ સંખ્યામાં હિન્દુઓના પવિત્ર તીર્થધામ તરીકે જાણીતું છે. આ તીર્થધામની વાત કરીએ તો મહાશિવરાત્રી પર્વના ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ૧૮ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ગંગાજી મેળામાં ઉમટી પડશે.

શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં ત્રણ દિવસ ચાલતો ગંગાજી મેળામાં ચકડોળ, ખાણીપીણી, રમકડાં, ઘરવખરી ચીજવસ્તુ, બુટ-ચપ્પલ, કપડા, ના વિવિધ સ્ટોલો લગાવવાની તૈયારી ઓ ચાલી રહી છે. આ પવિત્ર ધામ પોતાની અલગ ઓળખ ધરાવે છે અને પારડી તાલુકા સાથે વલસાડ જિલ્લાની જનતા માટે તીર્થધામ તરીકે જાણીતું છે.

Follow Me:

Related Posts