ગુજરાત

પારડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂનું ગોડાઉન ઝડપાયું, ત્રણ આરોપીઓ ઝબ્બે

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારના લોધીકા તાલુકાના પારડી ગામમાં શ્રીજી ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયામાં કિશાન સીમેન્ટની પાસે ડી.પી. એન્ટરપ્રાઇઝ પાસેના સેડ (ગોડાઉન)માં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરી હતી પોલીસ ઈન્સપેક્ટર વી.વી.ઓડેદરા અને તેના સ્ટાફે કરેલી રેડમાં રૂ. ૨૪ લાખ ૪૮ હજાર કિંમતની ૮૧૬૦ નંગ વિદેશી દારૂની બોટલ, દારૂનો જથ્થો હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલા રૂ. ૧૦ લાખની કિંમતનાં ત્રણ વાહન તથા રૂ. ૨૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩૪ લાખ ૫૦ હજાર ૫૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલિસ દારૂના ગોડાઉનમાં રેડ કરીને પ્રશાંત કિશોરભાઇ પંડ્યા (જાતે-બ્રાહ્મણ, ઉ.વ. ૩૨ ધંધો મજૂરી, રહે. આનંદનગર જૂની પોલીસ લાઇન પાસે હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર, કણબીવાડ, ભાવનગર), મુકેશ વિઠ્ઠલભાઇ વડેરા (જાતે આદીવાસી, ઉ.વ. ૨૦, ધંધો મજુરી, રહે. જાેલાવટ તા. બાગીદ્રા જી.બાસવાડા, રાજસ્થાન) એલમ નારણભાઇ વડેરા (જાતે-આદીવાસી, ઉ.વ. ૨૩ રહે, જાેલાવટ તા. બાગીના જી.બાસવાડા, રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂનભાઇ કાલવા (રહે. નવી માણેકવાડી, ભાવનગર) પરેશભાઇ હીંમતભાઇ પટેલ (રહે. ગુજરાત હાઉસીંગબોર્ડ, આનંદનગર, ભાવનગર) વાળા ગોડાઉન ભાડેથી રાખીને દારૂનો વેપલો કરતા હતા. લાખોના દારૂનો વેપલો કરતા ઇમરાન કાળવા અને પરેશ પટેલને પોલીસે ફરાર જાહેર કર્યા છે. બંને ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેસને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts