fbpx
ગુજરાત

પારડી પોલીસે કારમાંથી ૪૦૮ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો

પારડી પોલીસની ટીમે બાતમીના આધારે પંચલાઈ કેરી માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. બાતમીના વર્ણન અને નંબર વાળી કાર આવતા કારના ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. કારના ચાલકે પોલીસ જવાનો પાસે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે કારને સુરત રોડ તરફ હંકારી મૂકી હતી. પારડી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કારનો ચાલક સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવી રોડની બાજુમાં દારૂ ભરેલી કાર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ૪૦૮ બોટલ દારૂના જથ્થો ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર ન. જીજે-૧૬-એજે-૪૦૮૬માં સેલવાસથી દારૂનો જથ્થો ભરીને પારડીના નેવરી થઈ વલસાડ તાલુકાના ચીંચાઈ થઈ ડોલવણ થઈ સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પારડી પોલીસની ટીમ પંચલાઈ કેરી મેર્કેટ પાસે નાનાપોઢા તરફથી આવતા વાહનો ઉપર વોચ રાખી રહી હતી. જે દરમિયાન બાતમીના વર્ણન અને નંબર વાળી કાર આવતાં પોલીસ જવાનોએ કારના ચાલકને કાર અટકાવવાનો ઈશારો કર્યો હતો. કારનો ચાલક પોલીસ જવાનોને જાેઈ દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે કારને આગળ હંકારી દારૂ ભરેલી કારને સુતર તરફ દોડાવી ગયો હતો. પારડી પોલીસના જવાનોએ ફિલ્મી ઢબે દારૂ ભરેલી બાતમી વાળી કારનો પીછો કરતા ચાલકે કારને રોડની સાઈડ ઉપર ઉતારી દીધી હતી. પારડી પોલીસે કારમાં ચેક કરતા કારમાંથી ૪૦૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૩.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પારડી પોલીસની ટીમે પંચલાઈ કેરી માર્કેટ પાસેથી ૪૦૮ બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપ્યો હતો, જ્યાં ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. ૩.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Follow Me:

Related Posts